Running In Cold Weather: શિયાળાની સીઝનમાં એક્સરસાઈઝ કરતી વખતે આ 6 બાબતોનું રાખો વિશેષ ધ્યાન
Image Source: Freepik
અમદાવાદ, તા. 02 જાન્યુઆરી 2024 મંગળવાર
શિયાળો આવતા જ લોકોમાં આળસ પણ વધી જાય છે પરંતુ એવા ઘણા લોકો છે જેઓ પોતાની ફિઝિકલ હેલ્થને લઈને એક્ટિવ રહેતા હોય છે. શિયાળાની સીઝનમાં રનિંગ કે એક્સરસાઈઝ કરતી વખતે અમુક વાતોનો ખ્યાલ રાખવો ખૂબ જરૂરી હોય છે. કોઈ પણ તકલીફ થવા પર આપણુ શરીર સંકેત આપે છે. દરમિયાન જો તમે શરીર પર ધ્યાન આપશો તો તમને ખબર પડશે કે ક્યાં રોકાવાનું છે.
રનિંગ કે વર્કઆઉટ કરતી વખતે જો તમને શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થઈ રહ્યો હોય તો તમારે તેને ઈગ્નોર કરવુ જોઈએ નહીં. આ સાથે જ જરૂરી છે કે શિયાળાની સીઝનમાં કોઈ પણ ભારે કસરત કર્યા પહેલા ફિટનેસ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.
વોર્મઅપ જરૂરી છે
રનિંગ કે કોઈ પણ હેવી એક્સરસાઈઝ કર્યા પહેલા જરૂરી છે કે તમે થોડો સમય વોર્મ-અપ કરો. ઠંડા તાપમાનમાં શરીરના મસલ્સ ટાઈટ થઈ જાય છે જેનાથી સ્ટ્રેન અને ઈજા પહોંચવાનું જોખમ વધી જાય છે. દરમિયાન જરૂરી છે કે તમે વોર્મ-અપ કરો જેનાથી તમારુ હાર્ટ અને બોડી એક્ટિવ પોઝીશનમાં આવી જશે.
લેયરિંગ જરૂરી છે
ઠંડીની સીઝનમાં એક્સરસાઈઝ કરતી વખતે જરૂરી છે કે તમે સારા કપડા પહેરીને જાવ. જરૂરી છે કે તમે લેયરિંગ એ રીતે કરો કે તમારુ શરીર ગરમ રહે. જરૂરી છે કે તમે અંદર મોઈશ્ચરને સૂકવનાર કપડા પહેરો. આ સાથે જ બહારથી વોટરપ્રૂફ કે વિંડ પ્રૂફ જેકેટ પહેરો.
હાથ-પગને પ્રોટેક્ટ કરો
ઠંડીની સીઝનમાં રનિંગ કે એક્સરસાઈઝ કરતી વખતે ધ્યાન રાખો કે હાથમાં ગ્લવ્સ અને પગમાં થર્મલ મોજાં અને જૂતા જરૂર પહેરો જેથી તમારા હાથ-પગ ગરમ રહે. આ સાથે જ કાનને ઢાંકવા માટે ટોપી પહેરો.
હાઈડ્રેટેડ રહો
બહાર હવામાન ઠંડુ છે પરંતુ પોતાને હાઈડ્રેટ રાખવુ ખૂબ જરૂરી છે. ઠંડીની સીઝનમાં શ્વાસ લેવાના કારણે તમારી બોડી ડિહાઈડ્રેટ થઈ શકે છે. દરમિયાન રનિંગનાએક કલાક પહેલા કે એક કલાક બાદ પાણી પીવો.
પોતાના શરીરનું સાંભળો
જરૂરી છે કે તમે પોતાના શરીરનું સાંભળો. જો રનિંગ કે એક્સરસાઈઝ કરતી વખતે તમને કોઈ પણ પ્રકારનો દુખાવો, શરીરના કોઈ ભાગનું સુન્ન થઈ જવુ કે અસહજ અનુભવ થઈ રહ્યો હોય તો પોતાના શરીર પર કોઈ પણ પ્રકારનું પ્રેશર ન નાખો.
પોસ્ટ-વર્કઆઉટ રિકવરી
દોડ્યા બાદ, અકળામણ કે ઈજાથી બચવા માટે એક્સરસાઈઝ બાદની રિકવરીને પ્રાથમિકતા આપો. આ માટે સ્ટ્રેચ કરો અને માંસપેશીઓના તણાવને ઘટાડવા માટે ફોમ રોલર્સ કે રિકવરી ટૂલનો ઉપયોગ કરો.