પ્રેગનેન્સી દરમિયાન આ 5 વાતોનું રાખો ધ્યાન, તો નોર્મલ ડિલીવરીના ચાન્સ વધી જશે!
Image Source: Freepik
અમદાવાદ, તા. 23 જાન્યુઆરી 2024 મંગળવાર
પ્રેગનેન્સીમાં દરેક મહિલા નોર્મલ ડિલીવરી જ ઈચ્છે છે. આ માતા અને બાળક બંનેની હેલ્થ માટે સારુ હોય છે પરંતુ આજકાલની ખરાબ લાઈફસ્ટાઈલના કારણે જાતભાતના કોમ્પલિકેશન્સ પેદા થઈ જાય છે. દરમિયાન તેનાથી બચવા માટે આરોગ્યનું ખાસ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે.
ડાયટનો રાખો ખ્યાલ
પ્રેગનેન્સી દરમિયાન તમારે પોતાની ડાયટનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. આવા સમયે સંતુલિત આહાર ખૂબ જરૂરી હોય છે. જ્યારે માતા સ્વસ્થ અને પૌષ્ટિક ડાયટ લે છે ત્યારે તેનો ફાયદો બાળકને પણ મળે છે. પોષક તત્વોમાં ઉણપના કારણે નોર્મલ ડિલીવરીના ચાન્સ ખૂબ ઓછા થઈ શકે છે. તેથી આ દરમિયાન તમારે ભોજનમાં પાંદડાવાળી લીલી-શાકભાજી, ફ્રૂટ, અનાજ અને તમામ પ્રકારની દાળને જરૂર ખાવી જોઈએ.
ફિઝિકલી એક્ટિવ રહો
તમે પૂરી પ્રેગનેન્સી દરમિયાન ફિઝિકલી એક્ટિવ રહેશો તો તેનાથી પણ આ સંભાવનાઓ વધશે કે તમારી ડિલીવરી નોર્મલ થાય. આજકાલની લાઈફસ્ટાઈલમાં મહિલાઓ શારીરિક શ્રમ ઓછો કરી છે જેનાથી તેમનું શરીર નોર્મલ ડિલીવરી માટે તૈયાર થઈ શકતુ નથી. દરમિયાન સી-સેક્શન દ્વારા ડિલીવરીનો આશરો લેવો પડે છે. તેથી સારુ એ રહેશે કે જેટલુ શક્ય હોય તમે ફિઝિકલી એક્ટિવ રહો.
પાણીની ઉણપથી બચો
શિયાળો હોય કે ઉનાળો પાણી ભરપૂર પ્રમાણમાં પીવુ જોઈએ. ખાસકરીને પ્રેગનેન્સી દરમિયાન પાણી પીવાનો ખૂબ ખ્યાલ રાખવો જરૂરી હોય છે. શરીરને જ્યારે પૂરતુ પાણી મળે છે ત્યારે દરેક અંગને ઓક્સિજન મળે છે. લેબર દરમિયાન થનારા દુખાવાને સહન કરવા માટે પણ યોગ્ય પ્રમાણમાં પાણી પીવુ ખૂબ જરૂરી છે. આ તમારી નોર્મલ ડિલીવરીના ચાન્સને વધારી દે છે. તેથી શરીરમાં પાણીની ઉણપ થવા દેશો નહીં.
ઊંઘનો ખ્યાલ રાખો
હેલ્ધી પ્રેગનેન્સી જોઈએ પૂરતી ઊંઘ લો. રાત્રે ગાઢ અને પૂરતી ઊંઘ તમારા શરીરને હીલ કરે છે અને મગજને શાંત રાખે છે. થાક અનુભવાય ત્યારે સૂવાનું ટાળવુ નહીં પરંતુ દિવસે શક્ય હોય તો સૂવાનું ટાળવુ કેમ કે તેનાથી રાત્રે તમે ઊંઘ ન આવવા પર બેચેન રહેશો. 7-8 કલાકની ઊંઘ પૂરી કરવાથી પણ નોર્મલ ડિલીવરીમાં મદદ મળે છે.
સારા ડોક્ટરની પસંદગી
આજકાલ યોગ્ય અને જાણકાર ડોક્ટરની પસંદગી પણ ખૂબ જરૂરી છે. ઘણી વખત દર્દીને યોગ્યરીતે એગ્જામિન કર્યા વિના જ પૈસાના ફાયદા માટે લોકોને સિઝેરિયન ડિલીવરીની સલાહ આપવામાં આવે છે. દરમિયાન તમે ડોક્ટરની પસંદગી સમજી-વિચારીને જ કરો. એ વાતની પણ તપાસ કરી લો કે તે ડોક્ટરની દેખરેખમાં દરરોજ કેટલી નોર્મલ ડિલીવરી કરવામાં આવે છે.