Get The App

શિયાળામાં દોરડા કૂદવાથી વજન ઘટવા સહિત શરીરને મળે છે આ ફાયદા

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
શિયાળામાં દોરડા કૂદવાથી વજન ઘટવા સહિત શરીરને મળે છે આ ફાયદા 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 03 જાન્યુઆરી 2024 બુધવાર

શિયાળામાં પોતાને ફિટ રાખવા માટે કસરત ખૂબ જરૂરી છે. જોકે ઠંડીના કારણે લોકો એક્સરસાઈઝ અને વોક કરવાથી બચે છે. ડોક્ટર્સ પણ વધુ ઠંડીમાં વોક કે વધુ કસરત કરવાની ના પાડતા હોય છે. દરમિયાન તમે ઘરમાં રહીને જ કેટલીક એક્સરસાઈઝ કરી શકો છો. તમે દરરોજ માત્ર 20 મિનિટ આ એક એક્સરસાઈઝ કરશો તો તમારુ હાર્ટ હેલ્ધી રહેશે. તમારે માત્ર ઘરની અંદર 20 મિનિટ સુધી દોરડા કૂદવાના છે. દોરડા કૂદવાથી મેદસ્વીપણુ ઝડપથી ઘટે છે. તેનાથી વજનને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. દોરડા કૂદવા એક પ્રકારનું કાર્ડિયો છે, જે હૃદયના આરોગ્ય માટે ખૂબ લાભદાયી છે. જે લોકો વધુ સમય સુધી વર્કઆઉટ કરી શકતા નથી તેમના માટે પણ આ સારી કસરત છે. દોરડા કૂદવાથી સંપૂર્ણ શરીરની એક્સરસાઈઝ થાય છે. 

દરરોજ કેટલો સમય દોરડા કૂદવા જોઈએ

જો તમે કોઈ અન્ય ફિઝિકલ એક્ટિવિટી કરતા નથી તો તમે દરરોજ 20 મિનિટ સતત દોરડા કૂદી શકો છો. તમારી ફિટનેસને જાળવી રાખવા અને હાર્ટને હેલ્ધી રાખવા માટે તમારે એક દિવસમાં આટલુ વર્કઆઉટ કરવુ જોઈએ. જે લોકો દરરોજ 20 મિનિટ દોરડા કૂદે છે. તેમના શરીરમાંથી 200-250 કેલેરી બર્ન થઈ જાય છે. મેદસ્વીપણુ ઘટાડવા અને સ્ટેમિના વધારવા માટે આ સારુ વર્કઆઉટ છે. 

દોરડા કૂદવાના ફાયદા

નિયમિતરીતે જો તમે 10 મિનિટ દોરડા કૂદો છો તો તેનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારુ થાય છે.

જે લોકો દોરડા કૂદે છે તેમના હૃદયનું આરોગ્ય સારુ રહે છે અને હાર્ટ એટેક કે અન્ય હાર્ટ સંબંધી બીમારીઓનું જોખમ ઓછુ થાય છે.

દોરડા કૂદવાથી તણાવ, ડિપ્રેશન અને એન્ગ્જાયટીની સમસ્યાને ઘટાડી શકાય છે.

બાળકોની લંબાઈ વધારવા માટે દોરડા કૂદવા સારુ વર્કઆઉટ છે. તેનાથી બાળકોની લંબાઈ વધે છે.

સ્કિપિંગ રોપથી ઘૂંટણનો દુખાવો દૂર થાય છે અને હાડકાઓને મજબૂતી મળે છે.


Google NewsGoogle News