શું મોનોસોડિયમ ગ્લુટામેટ આરોગ્ય માટે નુકસાનકારક છે?, હંમેશા રહ્યો છે ચર્ચાનો વિષય

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
શું મોનોસોડિયમ ગ્લુટામેટ આરોગ્ય  માટે નુકસાનકારક છે?, હંમેશા રહ્યો છે ચર્ચાનો વિષય 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 13 ડિસેમ્બર 2023 બુધવાર

આધુનિક જીવનશૈલીમાં જંક ફૂડ ખાવાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. ઘણી વખત રિપોર્ટ્સ અને અભ્યાસ પબ્લિશ થયા છે કે જંક અને પેકેજ્ડ ફૂડમાં મોનોસોડિયમ ગ્લુટામેટ (એમએસજી)નો પણ ઉપયોગ કરવામાં તે હાનિકારક છે. આ એક પ્રકારનું મીઠું હોય છે. આ ભોજનમાં સ્વાદ વધારવાનું કામ કરે છે, જેનો રંગ અને દેખાવ વ્હાઈટ ક્રિસ્ટલ જેવો હોય છે. આ પદાર્થમાં એમિનો એસિડનું પ્રમાણ વધુ હોય છે. જો કે સામે ઘણાં એવા પણ અમુક નિષ્ણાતોએ તર્ક આપ્યો છે કે એમએસજી યોગ્ય માત્રામાં લેવામાં આવે તો નુકસાનકારક નથી પરંતુ જો વધુ પ્રમાણમાં લેવામાં આવે તો કેટલાંક નુકસાન છે તેવા દાવા કરાયા છે. 

કયા ભોજનમાં એમએસજીનો ઉપયોગ થાય છે

ચાઈનીઝ ફૂડ જેમ કે નૂડલ્સ, ફ્રાઈડ રાઈસ અને મન્ચ્યુરિયન ખાવામાં અજીનોમોટોનો ઉપયોગ થાય છે. જંક ફૂડ જેમ કે પિત્ઝા, બર્ગર, કે નૂડલ્સ વગેરેમાં ઉપયોગ કરવામાં આવે છે. સાથે જ તેનો ઉપયોગ સોસ જેમ કે ટોમેટો સોસ, સોયા સોસમાં કરવામાં આવે છે. પેકેજ્ડ ફૂડ જેમ કે ચિપ્સમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

રિપોર્ટમાં શું દાવા કરાયા છે?

આ પદાર્થ માણસની નર્વસ સિસ્ટમ પર અસર કરે છે

ચાઈનીઝ ભોજનમાં મોનોસોડિયમ ગ્લુટામેટનો ભરપૂર ઉપયોગ થાય છે, જે આપણી નર્વસ સિસ્ટમને અસર કરે છે. આ કારણસર મગજને નુકસાન થવાનું જોખમ પણ વધી જાય છે.  એમએસજીમાં મળતું ગ્લુટેમિક એસિડ એક ન્યૂરો ટ્રાન્સમીટરની જેમ મગજમાં સક્રિય થાય છે. શરીરમાં તેનું વધુ પ્રમાણ મગજને નુકસાન પહોંચાડે છે. બીજી તરફ, આપણે જાણીએ છીએ કે જંક ફૂડ મેદસ્વીપણાનો શિકાર બનાવે છે. વજન વધવાથી શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓનું જોખમ વધી જાય છે. આ સ્થિતિમાં ઘણાં લોકોને ચાઈનીઝ ભોજન ખાવાની ટેવ પડી જાય છે અને તેનું કારણ પણ એમએસજી છે, જે ભૂખ વધારવાનું કામ કરે છે. 

સગર્ભાઓ માટે એમએસજી અત્યંત જોખમી 

સગર્ભાઓને ચાઈનીઝ ભોજનના સેવનની ના પાડવામાં આવે છે. તેનું સૌથી મોટું કારણ એમએસજી જ છે. તેમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે અને ગર્ભાવસ્થા વખતે વધુ પડતું સોડિયમ જોખમી સાબિત થઈ શકે છે. તેના વધુ સેવનથી સોજો અને અસહજતાનો અનુભવ થાય છે. બાળકના મગજ પર પણ તેની અસર પડે છે.

હાઈ બ્લડ પ્રેશર, ઉંઘ અને માઈગ્રેન જેવી બિમારી 

ચાઈનીઝ ભોજનમાં નાંખવામાં આવતા એમએસજીથી હાઈ બીપીની પણ મુશ્કેલી સર્જાઈ શકે છે. જો તમે પહેલેથી જ બીપીના દર્દી હોવ તો એમએસજી ધરાવતું ભોજન લેવું જ ના જોઈએ. તેનાથી બ્લડ પ્રેશરની સમસ્યા વધુ ગંભીર થઈ શકે છે. આ ઉપરાંત જો તમને ઊંઘ અને માઈગ્રેન સાથે જોડાયેલી સમસ્યા હોય, તો તેનું પણ મોટું કારણ એમએસજી હોઈ શકે છે. એમએસજી વધુ હોય એવું ભોજન લેવાથી મગજમાં ઉત્તેજના વધી જાય છે અને ઊંઘ ઘટી જાય છે. તેના વધુ પડતા સેવનથી માથાના દુખાવાની સમસ્યા પણ થાય છે. એવા ભોજનથી આખો દિવસ સુસ્તી અને થાકનો અનુભવ પણ થાય છે. 

ઓછી માત્રામાં લેવાથી નુકસાન નહીં

એમએસજીથી થતા નુકસાન અંગે સમયાંતરે સંશોધનો થતા રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, એમએસજી વધુ માત્રામાં લેવામાં આવે તો નુકસાન નથી, પરંતુ જો તેનું વધુ પડતું સેવન કરવામાં આવે તો જ નુકસાનકારક છે. 

હાલમાં જ પબ્લિશ થયેલા એક રિપોર્ટમાં આ પ્રકારના કેટલાક તારણો દર્શાવવામાં આવ્યા હતા. જો કે તેમ છતાં હંમેશા આ વિષય નિષ્ણાતો વચ્ચે ચર્ચાના કેન્દ્રએ રહ્યો છે. 

જ્યારે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને તેને સુરક્ષિત શ્રેણીમાં મૂક્યું છે. ગ્લુટામેટમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં એવા પદાર્થો હોય છે જે માનવ શરીર માટે ઝેરી બની શકે છે એવો દાવો કરાયો છે. 


Google NewsGoogle News