Health Tips: લોખંડની કડાઈમાં ભોજન બનાવવું યોગ્ય કે અયોગ્ય? જાણો હકીકત
Image: Freepik
Health Tips: રસોડામાં લોખંડની કડાઈનો ઉપયોગ ઘણા વર્ષોથી થઈ રહ્યો છે. જૂના જમાનાના લોકો પણ કડાઈમાં દાળ, શાકભાજી બનાવતા હતાં. જેમાં બનેલી શાકભાજી, દાળ સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે આરોગ્ય માટે પણ ખૂબ લાભદાયી રહેતી હતી. આજકાલ અમુક લોકો જ ભોજન બનાવવા માટે લોખંડની કડાઈનો ઉપયોગ કરે છે. મોટાભાગના લોકો મૂંઝવણમાં રહે છે કે શું લોખંડની કડાઈમાં બનેલુ ભોજન ખાવુ જોઈએ કે નહીં.
લોખંડની કડાઈમાં ભોજન બનાવવાના ફાયદા
લોખંડની કડાઈમાં ભોજન બનાવીને જમવાથી શરીરમાં આયર્નનું પ્રમાણ વધી જાય છે. આયર્ન શરીર માટે ખૂબ જરૂરી માનવામાં આવ્યુ છે. આ ઓક્સિજન લેવલ વધારે છે. ઉર્જાવાન બનાવે છે. આ સિવાય રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં પણ આ ખૂબ લાભદાયી છે. લોખંડની કડાઈમાં બનેલા ભોજનને જમવાથી એનીમિયાને રોકવામાં મદદ મળી શકે છે. જેમાં બનેલુ ભોજન જમવાથી તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો. સાથે જ આ કેલ્શિયમની ઉણપને પૂરી કરે છે.
આ વાતોનું રાખો ધ્યાન
લોખંડની કડાઈમાં એસિડિટ ભોજન બનાવવાથી બચવુ જોઈએ. જેમ કે તેમાં લીંબુ ન નાખવુ, આ સિવાય છાશની કરી, ટામેટા વગેરે. આવુ કરવાથી આરોગ્ય પર ખરાબ અસર પડે છે. તમે કડાઈને સારી રીતે વાસણના સાબુથી સાફ કરો અને તેને સ્વચ્છ સ્થાન પર રાખો. તેને ધોવા માટે ડિટર્જન્ટનો ઉપયોગ ન કરવો. આ સિવાય લોખંડની કડાઈમાં કાટ લાગવાની પણ શક્યતા રહે છે. ધ્યાન રાખો કંઈ પણ બનાવ્યા પહેલા તેને એક વખત ધોઈને સાફ કરી લો.