જો તમે પણ ઝડપથી વજન ઘટાડવા માંગો છો તો ડાયટમાં સામેલ કરો આ દાળ

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
જો તમે પણ ઝડપથી વજન ઘટાડવા માંગો છો તો ડાયટમાં સામેલ કરો આ દાળ 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 22 ફેબ્રુઆરી 2024 ગુરૂવાર

સામાન્યરીતે દાળનું સેવન આપણે મસલ્સ વધારવા માટે કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે આ મસલ્સને તો વધારે છે પરંતુ વધતા વજનને ઘટાડવા માટે પણ કામ આવી શકે છે. 

વજન ઘટાડવુ સરળ કામ નથી હોતુ

જો તમારી પણ કમર અને પેટ પરની ચરબી વધી રહી છે કે તમારુ વજન એકાએક વધવા લાગે છે તો શક્ય છે કે તમે પોતાની ડાયટની પસંદગીમાં બેદરકારી કરી રહ્યા હોય અને તે વસ્તુઓનું સેવન કરી રહ્યા હોય જે વજન વધારવાનું કામ કરતા હોય.

દરમિયાન જો તમે વજનને ઝડપથી ઘટાડવા માંગો છો તો ડાઈટિંગના કારણે પોતાની ડેઈલી ડાયટમાં જાત-ભાતની દાળોને સામેલ કરો. જોકે, ઘણા પ્રકારની દાળ એવી છે જેમાં ફાઈબર અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. આમ તો ઘરમાં દાળ બનાવવામાં આવે છે પરંતુ જો તમે આ ફાઈબરથી ભરપૂર દાળને પણ ડાયટમાં સામેલ કરી લો તો ઝડપથી વજન ઘટશે.

ઘણા પ્રકારના કઠોળ જેમ કે દાળ, રાજમા વગેરે છે જે વજન ઘટાડવા માટે ફાયદાકારક હોય શકે છે. જેમાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે અને પેટને ભરેલુ રાખવુ અને વજનને ઘટાડવા માટે ડાયટમાં આ બે ગુણોનું હોવુ જરૂરી હોય છે.

ચણાની દાળમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર અને પ્રોટીન હોય છે અને આ પેટને લાંબા સમય સુધી ભરેલુ રાખવાનું કામ પણ કરે છે જેનાથી વારંવાર ફૂડ ક્રેવિંગ થતુ નથી. આ સિવાય ચણાની દાળમાં કેલેરી પણ ઓછી હોય છે જેનાથી વજન વધવાનો ચાન્સ હોતો નથી. તમે તેને રોસ્ટ કરીને પણ ખાઈ શકો છો. 

આ સિવાય જો તમે કાળી દાળ એટલે કે ફોતરાવાળી અડદ દાળને બાફીને ખાઈ શકો છો તો તેમાં પણ ફાઈબર અને પ્રોટીન ખૂબ પ્રમાણમાં હોય છે. આ આરોગ્ય માટે તો સારુ છે જ પેટને લાંબા સમય સુધી ભરેલુ પણ રાખે છે જેનાથી ભૂખ લાગતી નથી અને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે.

જો તમે રાજમા પ્રેમી છો તો જો તમે ડાયટમાં રાજમાને સામેલ કરો તો એ પણ વેટ ઘટાડવાનું કામ કરે છે. જેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, ફાઈબર હોય છે જે કાર્બોહાઈડ્રેટને પાચન કરવામાં મદદ કરે છે. આ રીતે બોડી પર ફેટ જમા થતો નથી અને વજન ઘટવા લાગે છે. તમે તેને બાફીને સલાડ તરીકે પણ ખાઈ શકો છો.

જોકે જો તમે દાળને અનહેલ્ધી રીતે બનાવશો તો આ વજન ઘટાડવામાં મદદ કરી શકતા નથી. તેથી એ વાતનું ધ્યાન રાખો કે આને બનાવતી વખતે વધુ ફેટનો ઉપયોગ ના થાય. શ્રેષ્ઠ રહેશે કે તમે તેને બાફીને ખાવ અને ઓછા મસાલાનો ઉપયોગ કરો. આ રીતે આ વજન પણ ઘટશે અને આરોગ્ય માટે પણ સારુ રહેશે. 


Google NewsGoogle News