Anti Pollution Diet: પ્રદૂષણના કારણે થનારી બીમારીઓથી બચવા માટે ભોજનમાં સામેલ કરો આ સુપરફૂડ

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
Anti Pollution Diet: પ્રદૂષણના કારણે થનારી બીમારીઓથી બચવા માટે ભોજનમાં સામેલ કરો આ સુપરફૂડ 1 - image


                                                               Image Source: Freepik

અમદાવાદ, તા. 08 નવેમ્બર 2023 બુધવાર

પ્રદૂષણ એક એવી સમસ્યા છે જેનાથી તમને ગંભીર બીમારીઓ થઈ શકે છે. લાંબા સમય સુધી પ્રદૂષિત હવામાં રહેવાથી શ્વાસ સંબંધિત સમસ્યાઓ, ફેફસામાં તકલીફ, હૃદયની બીમારી થઈ શકે છે, તેથી જરૂરી છે કે તમે પ્રદૂષણથી બચો. આજકાલ દિલ્હીમાં અને દેશના અન્ય ભાગોમાં પ્રદૂષણની અસર ખૂબ વધી ગઈ છે જેનાથી લોકોને ઘણા પ્રકારની સમસ્યાઓ થવા લાગી છે. દરમિયાન ડાયટમાં અમુક વસ્તુઓને સામેલ કરીને તમે પ્રદૂષણથી થનારી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. 

આદુ

પ્રદૂષણથી બચવા માટે અને મોસમી બીમારીઓથી બચવા માટે તમે આદુનું સેવન કરી શકો છો. આદુ ખાવાથી ઈમ્યુનિટી વધે છે, જેનાથી તમે બીમારીઓથી બચી શકો છો. આદુની ચા કે તમે તેને મધ સાથે ખાઈ શકો છો.

કાળા મરી

કાળા મરી ઈમ્યુનિટી વધારવાની સાથે તમને કફ અને કોલ્ડથી પણ બચાવીને રાખે છે. કાળા મરીને દરરોજ ભોજનમાં સામેલ કરી શકો છો.

હળદર

હળદરમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, તેના દરરોજ સેવનથી ફેફસામાં થનારા ઈન્ફેક્શનથી છુટકારો મળે છે. આ સિવાય પ્રદૂષણથી થનાર કફ, ખાંસી વગેરેથી પણ રાહત મેળવી શકાય છે. દરરોજ દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે.

ડ્રાય ફ્રૂટ્સ

આ સીઝનમાં ડ્રાય ફ્રૂટ્સ ખાવા આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. તેનાથી તમારી ઈમ્યુનિટી મજબૂત થાય છે અને તમે ઘણા પ્રકારની બીમારીઓથી બચી શકો છો.

સંતરા

આ સીઝનમાં સંતરા ખાવા પણ આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. સંતરામાં વિટામિન-સી હોય છે, જે સીઝનેબલ બીમારીથી આપણી રક્ષા કરે છે.

ગોળ

શિયાળાની સીઝનમાં ગોળનું સેવન આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેનાથી પાચનતંત્ર સારુ રહે છે. ગોળ ખાવાથી ફેફસા સાથે જોડાયેલી બીમારીઓનું જોખમ ઘટી જાય છે. જેનાથી અસ્થમા, ટીબી જેવી બીમારી પણ થતી નથી. 


Google NewsGoogle News