Winter Foods For Kids: શિયાળામાં બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ભોજનમાં સામેલ કરો આ ફૂડ
Image Source: Freepik
અમદાવાદ, તા. 07 નવેમ્બર 2023 મંગળવાર
શિયાળામાં બાળકો ઘણી વખત શરદી-ખાંસી, તાવથી પરેશાન રહે છે. કમજોર ઈમ્યુનિટીના કારણે બાળકોની હેલ્થ સાથે જોડાયેલી સમસ્યાઓ વધી જાય છે. પેરેન્ટ્સ બાળકોને સીઝનલ ફ્લૂથી બચાવવા માટે દરેક ઉપાય અજમાવે છે, પરંતુ બાળકો બીમારીની ચપેટમાં આવી જ જાય છે.
ફળ
બાળકોની ઈમ્યૂનિટી વધારવા માટે તેમની ડાયટમાં ફળોને સામેલ કરવા ખૂબ જરૂરી છે. તમે તેમને સંતરા, દ્રાક્ષ વગેરે ખવડાવી શકો છો. આ વિટામિન-સી થી ભરપૂર હોય છે, જે ઘણી બીમારીઓથી બચાવી શકે છે. આ ઈમ્યૂનિટી બૂસ્ટર તરીકે જાણીતા છે. જો બાળકો આ ફળોને ખાવામાં આનાકાની કરે તો તમે આ ફળોનો જ્યૂસ બનાવીને આપી શકો છો કે સલાડમાં પણ સામેલ કરી ખવડાવી શકો છો.
દહી
પ્રોબાયોટિક્સથી ભરપૂર દહી ખાવાથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે. બાળકોની ડેઈલી ડાયટમાં પૂરતા પ્રમાણમાં દહીં ખવડાવી શકો છો, તેનાથી પાચન સ્વસ્થ રહે છે અને ઈમ્યૂન સિસ્ટમ પણ મજબૂત થાય છે. દહીંમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં હોય છે, જેનાથી હાડકા મજબૂત થાય છે.
લીલા શાકભાજી
પોષક તત્વોથી ભરપૂર લીલા શાકભાજી ખાવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. જેમાં હાજર ફાઈબર પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. બાળકોને ખાવામાં પાલક, કેળા અને બ્રોકોલી જેવી પાંદડાવાળી શાકભાજી સામેલ કરી શકો છો. આ વિટામિન-સી, વિટામિન-કે, ફોલેટ અને ઘણા પોષક તત્વ હોય છે. આ શાકભાજીઓનો સૂપ પણ બનાવી શકો છો, જે સ્વાદિષ્ટ હોવાની સાથે આરોગ્યપ્રદ હોય છે.
આદુ
આદુ એન્ટીઓક્સિડેન્ટનો સમૃદ્ધ સ્ત્રોત છે. આ ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. તમે આને સ્વાદિષ્ટ બનાવવા માટે તેના નાના ટુકડા કાપી લો પછી તેમાં ગોળ મિલાવો. તમે આને બાળકને ખવડાવી શકો છો. જેનાથી શિયાળામાં બાળકો બીમારીઓ સામે લડી શકે.
બેરી
બેરી જેમ કે સ્ટ્રોબેરી, બ્લૂબેરી એન્ટીઓક્સિડેન્ટ અને વિટામિનથી ભરપૂર હોય છે જે તમારા બાળકની ઈમ્યૂનિટી વધારવામાં મદદ કરી શકે છે. જો બાળકો આને ખાવાથી અચકાય તો તમે આ ફળોનો જ્યૂસ કે પછી તેને દલિયામાં પણ સામેલ કરીને ખવડાવી શકો છો.