બાળકોની ઈમ્યુનિટી વધારવા માટે ભોજનમાં સામેલ કરો આ 5 સુપરફૂડ

Updated: Jan 27th, 2024


Google NewsGoogle News
બાળકોની ઈમ્યુનિટી વધારવા માટે ભોજનમાં સામેલ કરો આ 5 સુપરફૂડ 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 27 જાન્યુઆરી 2024 શનિવાર

શિયાળામાં બાળકો અને વૃદ્ધોની ઈમ્યુનિટી કમજોર થઈ જાય છે. જેના કારણે બાળકો વધુ બીમાર પડે છે. હવામાનમાં પરિવર્તનની અસર બંનેના આરોગ્ય પર પડે છે. દરમિયાન બાળકોની ડાયટમાં હેલ્ધી ફૂડને જરૂર સામેલ કરવા જોઈએ. બાળકોની રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત થશે તો તેઓ ઝડપથી બીમાર પડશે નહીં. તેનાથી બાળકોનો વિકાસ પણ સારો થશે.  

બાળકોની ઈમ્યુનિટી વધારનાર ફૂડ

પાલક

પાલકમાં ઘણા પ્રકારના પોષક તત્વ હોય છે જે બાળકોના વિકાસ માટે જરૂરી છે. પાલકમાં વિટામિન સી, વિટામિન ઈ, એન્ટીઓક્સિડેન્ટ, આયર્ન, કેરોટિનોઈડ જેવા પોષક તત્વ હોય છે. તેનાથી બાળકોની ઈમ્યુનિટી મજબૂત બને છે. પાલક ખાવાથી શરીરમાં આયર્નની ઉણપ પૂરી થાય છે. તમે બાળકોને શાકભાજી કે સલાડના રૂપમાં પાલક જરૂર ખવડાવો.

બ્રોકોલી

બાળકો માટે બ્રોકોલી ખૂબ સારુ હોય છે. બ્રોકોલીમાં ઘણા પ્રકારના પોષક તત્વ હોય છે, જે બાળકોના વિકાસમાં મદદ કરે છે. બ્રોકોલી ખાવાથી શરીરને વિટામિન સી, એન્ટીઓક્સિડેન્ટ અને બીજા વિટામિન મળે છે. જેનાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે. બાળકોને બ્રોકોલી જરૂર ખવડાવો.

શક્કરિયા

બાળકોને શક્કરિયાનો સ્વાદ પસંદ આવે છે. ભોજનમાં મીઠા શક્કરિયા આરોગ્ય માટે લાભદાયી હોય છે. શક્કરિયામાં બીટા કેરોટીન સૌથી વધુ હોય છે જે આંખો માટે સારુ હોય છે. શક્કરિયા ખાવાથી વિટામિન એ ની ઉણપ પૂરી કરી શકાય છે. જેમાં ભરપૂર એન્ટીઓક્સિડેન્ટ હોય છે જે ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે.

આદુ-લસણ

ભોજનમાં આદુ લસણ જરૂર સામેલ કરો. તેનાથી શરીરને જરૂરી એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ મળે છે, જે ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે. આદુ લસણ ખાવાથી શરદી-ખાંસીની સમસ્યા થતી નથી. આ બંને વસ્તુઓ આરોગ્ય માટે લાભદાયી માનવામાં આવે છે.

હળદર

શાકભાજીમાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ બાળકોને હળદરવાળુ દૂધ પણ પીવડાવો. તેનાથી રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત થાય છે. હળદરમાં એવા ઘણા ગુણ હોય છે જે ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.


Google NewsGoogle News