આ બીમારીઓમાં દર્દીએ ભૂલથી પણ ન ખાવા કેળા, નહીતર મુશ્કેલીમાં મૂકાશો!

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
આ બીમારીઓમાં દર્દીએ ભૂલથી પણ ન ખાવા કેળા, નહીતર મુશ્કેલીમાં મૂકાશો! 1 - image


                                                    Image Source: Freepik

અમદાવાદ, તા. 23 સપ્ટેમ્બર 2023 શનિવાર

કેળામાં ભરપૂર પ્રમાણમાં આયર્ન અને કેલ્શિયમ હોય છે. લોકો આને વ્રતથી લઈને બ્રેકફાસ્ટમાં ખાવાનું પસંદ કરે છે પરંતુ આનો અર્થ એ બિલકુલ નથી કે ફળ તો તમે ગમે ત્યારે ખાઈ શકો છો અને આ ફાયદાકારક જ રહેશે. વધુ કેળા ખાવાથી પેટ બંધ થઈ જાય છે. તેથી કેળાને સમજી વિચારીને જ ખાવા જોઈએ કેમ કે આ તમારા પેટનું પાણી સૂકવી દે છે અને મેટાબોલિક રેટ સ્લો કરી દે છે. જેના કારણે કબજિયાતની સમસ્યા થઈ શકે છે. ઘણી વખત કેળા ખાવા નુકસાનકારક પણ થઈ શકે છે. દરમિયાન પ્રશ્ન એ ઉઠે છે કે કયા લોકોએ કેળા ખાવા જોઈએ નહીં. 

કઈ બીમારીમાં કેળા ખાવા જોઈએ નહીં

હાઈ બ્લડ શુગર

ડાયાબિટીસના દર્દીઓને કેળા ખાવાથી નુકસાન પહોંચી શકે છે. સાથે જ આ તમારા શુગરના લેવલને વધારી શકે છે. કેળા ખાવાથી ઝડપથી શુગર સ્પાઈક થઈ શકે છે અને ડાયાબિટીસની સમસ્યા થઈ શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીએ કેળા ન ખાવા જોઈએ. 

અસ્થમા અને બ્રોંકાઈટિસ

કેળા ખાવાથી અસ્થમા અને બ્રોકાઈટિસની તકલીફ થઈ શકે છે. કેળા તમારી એલર્જીને વધારી શકે છે અને આનાથી રિકવરી કરવામાં ખૂબ સમય લાગશે. તેથી જો અસ્થમા અને બ્રોંકાઈટિસની બીમારીથી ઝઝૂમી રહ્યા હોવ તો પ્રયત્ન કરો કે કેળા ન ખાવ.

ખાંસી

ખાંસીમાં કેળા ખાવાથી તકલીફ વધી શકે છે. કેળા કફને વધારે છે જેના કારણે કન્જેશનની તકલીફ થાય છે. સાથે જ એલર્જી અને શ્વાસ લેવાની તકલીફ પણ પેદા થાય છે. ખાંસીની સમસ્યા વાળાએ ભૂલથી પણ કેળા ન ખાવા જોઈએ કેમ કે અમુક લોકોને સાંજના સમયે કેળા ખાવાથી ખાંસી વધી જાય છે. 

માઈગ્રેન

કેળા હિસ્ટામાઈન રિલીઝ કરે છે. અમુક એવા કમ્પાઉન્ડ્સને વધારે છે તો તમારી માઈગ્રેનની સમસ્યાને વધારી શકે છે. સાથે જ કેળામાં એમિનો એસિડ ટાઈરોસિન હોય છે જે બોડીમાં પહોંચીને ટાયરામાઈનમાં બદલાઈ જાય છે દરમિયાન માઈગ્રેન ટ્રિગર થઈ જાય છે.


Google NewsGoogle News