સાવધાન! હૃદયની બીમારીની ફેમિલી હિસ્ટ્રી હોય તો આટલું ધ્યાન જરૂર રાખો...
Image Source: Freepik
અમદાવાદ, તા. 16 ડિસેમ્બર 2023 શનિવાર
હૃદયની બીમારીની ફેમિલી હિસ્ટ્રી રહી હોય તો તમારે પોતાનું આગળનું જીવન ખૂબ સાવધાનીથી પસાર કરવાની જરૂર છે. આવા લોકોને અન્ય લોકોની તુલનામાં હૃદયની બીમારીનું જોખમ વધુ હોય છે. જો તમારી ફેમિલીમાં પણ આવુ કંઈક છે તો રેગ્યુલર તપાસ કરાવતા રહો સાથે જ લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલા પરિવર્તન કરતા રહો. આજકાલની ખરાબ લાઈફસ્ટાઈલ અને ભોજનશૈલીના કારણે મોટાભાગના લોકો હૃદય સંબંધિત બીમારીથી ઝઝૂમી રહ્યા છે.
હૃદયની બીમારી જેમ કે હાર્ટ એટેક, સ્ટ્રોક અને હાર્ટ ફેઈલ્યોર જેવી ગંભીર બીમારીનું જોખમ દિવસેને દિવસે વધી રહ્યુ છે પરંતુ શું તમને ખબર છે ખોટી જીવનશૈલી અને હૃદયની બીમારીની ફેમિલી હિસ્ટ્રી પણ આ બીમારીનું જોખમ વધારે છે. જો કોઈના પરિવારમાં 55 વર્ષની ઉંમર પહેલા કોઈને હાર્ટ એટેક, સ્ટ્રોક કે હાર્ટ ફેઈલ્યોર જોખમ હોય તો તમને પણ હૃદય સંબંધિત બીમારીનું જોખમ વધી જાય છે. Coronary Artery Disease એક જિનેટિક બીમારી છે, જે હૃદય સંબંધિત બીમારીની ફેમિલી હિસ્ટ્રી બનાવે છે. આવી સ્થિતિમાં તમારે વધુ એલર્ટ રહેવાની જરૂર છે.
હૃદયની બીમારીના જોખમને કેવી રીતે ઘટાડવું
બ્લડમાં શુગર લેવલને કંટ્રોલમાં રાખો
હૃદયને ચુસ્ત-દુરસ્ત રાખવું હોય તો બ્લડમાં શુગર લેવલને કંટ્રોલમાં રાખો. જો બ્લડમાં શુગરનું લેવલ કંટ્રોલમાં રહેશે તો તમને હૃદય કે પેટ સંબંધિત સમસ્યાઓ થશે નહીં.
તંબાકુ ન ખાવ
ફેમિલી હિસ્ટ્રીમાં હાર્ટ એટેક, સ્ટ્રોક કે હાર્ટ ફેઈલ્યોરની બીમારીનું જોખમ હોય છે. દરરોજ તંબાકુ ખાવું જોખમી હોઈ શકે છે. તંબાકુ અને સ્મોકિંગ હૃદય માટે ખૂબ વધુ જોખમી સાબિત થઈ શકે છે.
દરરોજ એક્સરસાઈઝ કરો
કોઈ પણ બીમારીને દૂર રાખવી છે તો ફિટનેસનું પૂરતુ ધ્યાન રાખો. હૃદયને તંદુરસ્ત રાખવા માટે દરરોજ એક્સરસાઈઝ કે યોગ કરો. એક્સરસાઈઝ કે યોગ હૃદયની બીમારીઓના જોખમને ઘટાડે છે. દરરોજ 30 મિનિટ યોગ કે એક્સરસાઈઝ જરૂર કરો. આ તમારા હાર્ટને હેલ્ધી રાખે છે.
વજનને કંટ્રોલમાં રાખો
વજન વધવા પર હાર્ટ, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થવાનું જોખમ વધી જાય છે. જેનેટિક કારણોના કારણે પણ હૃદયની બીમારીનું જોખમ વધી જાય છે. દરમિયાન સૌથી જરૂરી છે કે વજનને કંટ્રોલમાં રાખો. વજનને મેઈન્ટેન રહેશે તો તમે બીમારીથી પણ દૂર રહેશો.