ઠંડીમાં ચહેરાની રેડનેસ અને સોજાથી પરેશાન હોવ તો અપનાવો આ 2 ઘરેલુ નુસ્ખા
Image Source: Freepik
અમદાવાદ, તા. 05 જાન્યુઆરી 2024 શુક્રવાર
ઠંડીમાં ઘણી વખત ત્વચા લાલ થઈ જાય છે અને સોજો આવી જાય છે. આ ઠંડીના કારણે સ્કિનના ખરાબ બ્લડ સર્ક્યુલેશનના કારણે થાય છે. તેથી તમે જોયુ હશે કે શિયાળામાં ખૂબ ઠંડીમાંથી આવો ત્યારે આંખોની નીચે સોજો અને ચહેરો લાલ નજર આવે છે. દરમિયાન અમુક લોકો પરેશાન થઈ જાય છે. આ ખૂબ જ નોર્મલ છે અને કોઈની પણ સાથે થઈ શકે છે. દરમિયાન ચિંતિત થવાના બદલે તમારે આ ટિપ્સને ફોલો કરવી જોઈએ. આ ખૂબ જ કારગર અને ઝડપી કામ કરે છે.
1. હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો
તમે જો ઠંડીમાંથી આવ્યા છો અને તમારો ચહેરો લાલ નજર આવી રહ્યો છે કે ચહેરા પર સોજો છે તો તમારે હૂંફાળા પાણીથી પોતાનો ચહેરો ધોઈ લેવો જોઈએ. આવુ કરવાથી તો રેડનેસ ઓછી થઈ જશે અને તમે થોડા જ સમયમાં ચહેરા પર તેની અસર જોશો. આ સોજાને ઘટાડવામાં પણ ઉપયોગી છે. સામાન્ય ગરમ પાણી કરો અને તેમાં ઠંડુ પાણી મિક્સ કરો. પાણીને સ્પર્શી જુઓ અને આ સામાન્ય ગરમ હોય તો તેનાથી પોતાનો ચહેરો ધોઈ લો. આ રીતે આ તમારા ચહેરાની રેડનેસ અને સોજાને ઘટાડવામાં મદદરૂપ છે.
2. એલોવેરા લગાવો
ઠંડીમાં ચહેરાની રેડનેસ અને સોજાને ઘટાડવા માટે એલોવેરા જેલ લગાવો. આ રેડનેસ પર સૌથી ઝડપથી કામ કરે છે અને ત્વચાને અંદરથી શાંત કરી દે છે. આ એન્ટી ઈન્ફલેમેટરી છે એટલે કે આ ચહેરાના સોજાને ઘટાડી શકે છે અને તમને સારો અનુભવ કરાવી શકે છે. આ બંને ઉપાયોથી તમારા ચહેરા પર તમે વધુ અસર જોઈ શકશો.