યૂરિક એસિડ વધેલું છે? તો અજમો અને કાળા મીઠાથી બનાવો આ ખાસ ડ્રિન્ક, મળશે તુરંત આરામ
- અજમો અને કાળુ મીઠુ ખાવાથી મેટાબોલિક રેટ વધે છે અને પ્યુરિનનું પાચન ઝડપી થાય છે
નવી દિલ્હી, તા. 15 ઓક્ટોબર 2023, રવિવાર
જો શરીરમાં યુરિક એસિડ વધી રહ્યું છે, તો તમારે સમજી જવું કે, આ મેટાબોલિઝમની શરૂઆત છે. મેટાબોલિઝમ વધવાનો અર્થ એ છે કે તમે પ્રોટીનથી ભરપૂર ખોરાક અથવા ફૂડ આઈટમ ખાઈ રહ્યા છો. આ વસ્તુઓમાંથી નીકળતું પ્યુરિન તમારા ટોયલેટથી બહાર નીકળવાના બદલે તમારા શરીરમાં જમા થઈ રહ્યું છે. જ્યારે આ પ્યુરિન વધારે પ્રમાણમાં એકઠું થવા લાગે છે ત્યારે તે પેટમાં પથરી બનાવે છે. જે હાડકાની વચ્ચે જમા થવા લાગે છે જેના કારણે બે હાડકાં વચ્ચે ગેપ આવવા લાગે છે અને હાડકામાં દુખાવો થવા લાગે છે. જો તમે પણ વધતા યુરિક એસિડથી પરેશાન છો તો અજમામાં કાળુ મીઠુ મિક્સ કરીને ડ્રીન્ક બનાવી લો અને તેને પોતાની લાઈફ સ્ટાઈલમાં સામેલ કરો.
યૂરિક એસિડમાં અજમો અને કાળુ મીઠું ના ફાયદા
અજમો અને કાળુ મીઠુમાં એન્ટી ઈમ્ફ્લેમેટરી હોય છે જે ગુણોથી ભરપૂર હોય છે. તેનાથી પગનો સોજો ઓછો થાય છે અને દુ:ખાવામાં પણ રાહત થાય છે. જ્યારે યુરિક એસિડ વધે છે ત્યારે હાડકાં સૂજી જાય છે અને દુ:ખાવો થવા લાગે છે. જો તમે રોજ આ ખાસ ડ્રિન્ક રોજ પીશો તો તેનાથી સોજો ઓછો થશે.
પથરીઓને ફ્લશ આઉટ કરી શકે છે
જો તમે અજમો અને કાળા મીઠાનું મિક્સ ડ્રિન્ક પીશો તો યુરિક એસિડને કારણે બનેલી પથરી તમારા પેટમાંથી ટોયલેટ દ્વારા બહાર નીકળી જશે. તે શરીરને ડિટોક્સિફાય કરવાનું પણ કામ કરે છે. જો તમે તેને રોજ પીશો તો હાડકાનો દુખાવો મટી જશે.
મેટાબોલિક રેટ કેવી રીતે વધે છે
અજમો અને કાળુ મીઠુ ખાવાથી મેટાબોલિક રેટ વધે છે અને પ્યુરિનનું પાચન ઝડપી થાય છે. પછી શરીરમાં પ્રોટીન મેટાબોલિઝમ એક્ટિવ થઈ થાય છે અને પછી શરીર પ્યુરિનને યોગ્ય રીતે પચાવવાનું શરૂ કરે છે. જેના કારણે શરીરમાં વધારે પ્યુરિન જમા નથી થઈ શકતું અને ટોયલેટ દ્વારા બહાર નીકળી જાય છે. તેથી દરરોજ અજમો અને કાળુ મીઠુ પીવાથી અઢળક ફાયદા મળે છે.