Get The App

Protein Deficiency: શરીરમાં પ્રોટીનની ઉણપ હોય તો દેખાય છે આ પરિવર્તન, જાણો લક્ષણો

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
Protein Deficiency: શરીરમાં પ્રોટીનની ઉણપ હોય તો દેખાય છે આ પરિવર્તન, જાણો લક્ષણો 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 16 ડિસેમ્બર 2023 શનિવાર

શરીર માટે પ્રોટીન ખૂબ જ જરૂરી હોય છે નહીંતર શરીર નિર્જીવ થવા લાગે છે. શરીરને ફિટ રહેવા માટે ઘણા પોષક તત્વોનું શરીરમાં હોવુ ખૂબ જરૂરી હોય છે. ઈમ્યૂનિટીને બૂસ્ટ કરવા માટે પણ પ્રોટીનનું હોવુ ખૂબ જરૂરી હોય છે. પ્રોટીન તમારા શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે અને આ ઘણી કોશિકાઓને વિકસિત કરવા માટે ખૂબ જરૂરી છે. પ્રોટીનની કમીના કારણે તમારા વાળ ખરવા લાગે છે.

માંસપેશીઓ કમજોર

પ્રોટીનની ઉણપના કારણે તમારી માંસપેશીઓ કમજોર થવા લાગે છે અને શરીર તમારુ ખૂબ નિર્જીવ થઈ જાય છે આ સંકેત જણાવે છે કે તમને પ્રોટીનની ઉણપ છે.

નખ સાથે જોડાયેલી સમસ્યાઓ

શરીરમાં પ્રોટીનની ઉણપ થવા પર તમારુ શરીર ખૂબ થાકેલુ રહે છે અને રંગ ફીક્કો પડવા લાગે છે. નખ સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ઈમ્યુનિટી

શરીરમાં પ્રોટીનની ઉણપના કારણે તમારી ઈમ્યુનિટી ખૂબ કમજોર થઈ જાય છે. ઘણા પ્રકારની બીમારીઓ પણ આવવા લાગે છે.

હાડકાઓમાં દુખાવો

જ્યારે પણ તમારા શરીરમાં પ્રોટીનની ઉણપ થાય છે તો તમારા હાડકાઓમાં દુખાવો વધવાનો ડર ખૂબ વધી જાય છે.


Google NewsGoogle News