શરીરમાં લોહીની ઉણપ હોય તો હાથ-પગમાં જોવા મળે છે આ લક્ષણ
Image Source: Freepik
અમદાવાદ, તા. 02 જાન્યુઆરી 2024 મંગળવાર
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર હીમોગ્લોબિન એટલે કે લોહીની ઉણપની સમસ્યા સમગ્ર વર્લ્ડ માટે ગંભીર સમસ્યા છે. જેનાથી સમગ્ર દુનિયાના લાખો લોકો પ્રભાવિત છે. જે પણ આ બીમારીથી પીડિત હોય તેને યોગ્ય સમયે સારવાર ન મળે તો આ બીમારી એક ખૂબ ગંભીર બીમારીની શરૂઆત હોઈ શકે છે. શરીરમાં લોહીની ઉણપના કારણે દરેક સમયે ચિડીયાપણુ, થાક અને કમજોરીનો અનુભવ થાય છે. એક સ્વસ્થ શરીર માટે પ્રોટીન, વિટામિન અને પોષક તત્વ તમામ ભરપૂર પ્રમાણમાં જોઈએ. શરીરમાં લોહીની ઉણપ થવા લાગે છે તો બ્રેઈન શરીરને ઘણા સિગ્નલ આપવાનું શરૂ કરી દે છે.
શરીરમાં લોહીની ઉણપના શરૂઆતી લક્ષણ
શરીરમાં લોહીની ઉણપ થવાના કારણે શરીરમાં ઘણા પ્રકારના લક્ષણ જોવા મળે છે. જેમ કે હાથ-પગમાં કળતર. લોહીની જ્યારે ઉણપ થાય છે ત્યારે શરીરની નસોમાં ઓક્સિજન યોગ્યરીતે પહોંચી શકતુ નથી. દરમિયાન હાથ-પગમાં કળતર થવા લાગે છે. જેના કારણે થાક અને કમજોરી અનુભવાય છે. લોહીની ઉણપ હોય ત્યારે વારંવાર ચક્કર પણ આવે છે. જ્યારે તમે અચાનકથી ઉઠો છો તો આંખો સામે અંધારુ છવાઈ જાય છે.
શરીરમાં લોહીની ઉણપના કારણે વાળ ખરે છે. જો અચાનકથી વધુ હેર ફોલ થવા લાગે તો સમજી જાવ કે શરીરમાં લોહીની ઉણપ થઈ રહી છે. દરમિયાન સૌથી પહેલા બ્લડ ટેસ્ટ કરાવો. લોહીની ઉણપ હોય તો મોઢામાં ચાંદા પડવા લાગે છે. જેના કારણે ભોજનમાં મુશ્કેલી થવા લાગે છે. પિંપલ્સ થવા લાગે છે. લોહીની ઉણપના કારણે ચહેરા પર પીળાશ થવા લાગે છે. જો તમને પણ આવુ અનુભવાય તો સૌથી પહેલા બ્લડ ટેસ્ટ કરાવો.
આ વાતોનું ધ્યાન રાખો
લોહીની ઉણપથી બચવા માટે ડાયટમાં ફાઈબર, પ્રોટીન અને ફ્રૂટ્સને સામેલ કરો. સાથે જ એક્સરસાઈઝ અને મેડિસિન લેતા રહો. તેનાથી તમે ખૂબ ઝડપથી ઠીક થઈ જશો.