દિવાળીના તહેવારમાં મિઠાઈ ખાવાથી વધી જાય બ્લડ શુગર લેવલ તો આ રીતે કરો કંટ્રોલ
Image Source: Freepik
અમદાવાદ, તા. 08 નવેમ્બર 2023 બુધવાર
દિવાળી માત્ર રોશની અને ફટાકડાનો તહેવાર જ નહીં પરંતુ આ તહેવાર પર ઘણી બધી મિઠાઈઓ અને પકવાન બનાવવામાં આવે છે. 5 દિવસ સુધી ચાલનાર આ તહેવારમાં દરરોજ અલગ પ્રકારની મિઠાઈ બનાવવામાં આવે છે અને લોકો ખૂબ મિઠાઈ ખાય છે પરંતુ જે લોકો ડાયાબિટીસથી પીડત છે તેઓ પોતાના મનને કંટ્રોલ કરી શકતા નથી અને દિવાળી પર મિઠાઈ ખાઈને પોતાનું બ્લડ શુગર લેવલ વધારી દે છે.
દિવાળી પર આ રીતે રાખો પોતાના આરોગ્યનું ધ્યાન
માત્ર 10 મિનિટ વોક માટે સમય કાઢો
દિવાળી પર આમ તો ખૂબ કામ હોય છે એવામાં તમે વર્કઆઉટ કરવાનું છોડી દો છો. પરંતુ ભોજન બાદ 10 મિનિટનો સમય કાઢો. ચાલવાથી શરીરનું બ્લડ શુગર લેવલ કંટ્રોલ રહે છે. રિસર્ચ અનુસાર ડાયાબિટીસથી પીડિય લોકોએ દરરોજ 20 મિનિટ ચાલવુ જોઈએ.
આ રીતે મિઠાઈ ખાવ
ડાયાબિટીસના દર્દી જો મિઠાઈ ખાવા ઈચ્છે છે તો એક વાત જરૂર યાદ રાખો કે ખાલી પેટ ક્યારેય પણ મિઠાઈ ખાવી જોઈએ નહીં કેમ કે ખાલી પેટ મિઠાઈ ખાવાથી બ્લડ શુગર લેવલ એકદમથી વધી શકે છે. તમે થોડા પ્રમાણમાં ભોજન સાથે કે ભોજન બાદ મિઠાઈનું સેવન કરી શકો છો.
મેઈન મીલ પહેલા ખાવ મિઠાઈ
દિવાળી પર જો તમે મિઠાઈ ખાવા ઈચ્છો છો તો ભોજનના અમુક સમય પહેલા થોડા પ્રમાણમાં મીઠાઈનું સેવન કરી શકો છો. આ રીતે મિઠાઈ ખાવાથી ઈન્સ્યુલિન પ્રોડક્શનને વધારવામાં મદદ મળે છે અને બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલ રહે છે.
ભોજન સ્કિપ ના કરો
ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી જરૂરી હોય છે કે તેઓ પોતાના ભોજનને સ્કિપ ના કરે અને થોડુ-થોડુ ભોજન સમયાંતરે લેતા રહો. દરમિયાન ભલે તમે દિવાી પર કામમાં વ્યસ્ત રહો પરંતુ વચ્ચે-વચ્ચે થોડુ ભોજન લેતા રહો, આનાથી ગ્લૂકોઝ લેવલ જળવાઈ રહે છે.
પ્રોટીન અને કાર્બ્સને ડાયટમાં સામેલ કરો
સૌથી વધુ જરૂરી એ છે કે તમે પોતાની ડાયટને બેલેન્સ રાખો, આમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફાઈબરયુક્ત ભોજનને જરૂર સામેલ કરો. આ રીતનું ભોજન બ્લડ શુગર લેવલને સ્પાઈ થવાથી બચાવે છે.