Get The App

સૂતાં પહેલા દેખાય આવા લક્ષણો, તો નજરઅંદાજ ન કરતાં: ફેફસાં નબળા થયા હોવાના હોઈ શકે સંકેત

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
સૂતાં પહેલા દેખાય આવા લક્ષણો, તો નજરઅંદાજ ન કરતાં: ફેફસાં નબળા થયા હોવાના હોઈ શકે સંકેત 1 - image


Image: Freepik

Symptoms of Lung Weakness: ફેફસાં આપણા શરીરનું સૌથી મહત્ત્વપૂર્ણ અંગોમાંનું એક છે, જે જીવન માટે જરૂરી ઓક્સિજનને લોહીમાં પહોંચાડવાનું કામ કરે છે. દરમિયાન તેની નબળાઈને લાંબા સમય સુધી અવગણવી જીવલેણ સાબિત થઈ શકે છે. લંગ્સમાં ડેમેજ થવા પર અમુક સંકેત રાત્રે વધુ ગંભીર રૂપમાં નજર આવવા લાગે છે. જો તમે આ લક્ષણોનો અનુભવ કરી રહ્યાં છો તો તાત્કાલિક ડોક્ટર પાસે તપાસ કરાવો.

સૂતી વખતે ખાંસી આવવી

ફેફસામાં નબળાઈનું એક સામાન્ય લક્ષણ સૂતી વખતે ખાંસી આવવી છે. જો તમને સૂતી વખતે ખાંસી વારંવાર આવવા લાગે તો આ ફેફસામાં સોજો કે સંક્રમણનો સંકેત હોઈ શકે છે. ખાંસી વધવી અને રોકાઈ-રોકાઈને આવવી ગંભીર સમસ્યા તરફ ઈશારો કરે છે, જે ફેફસામાં નબળાઈની શરૂઆત હોઈ શકે છે.

વારંવાર શ્વાસ ફૂલવો

જો તમને સામાન્ય કામ કરવામાં કે ખાંસી દરમિયાન વારંવાર શ્વાસ ફૂલવાની સમસ્યા થઈ રહી છે તો આ ફેફસાની નબળાઈનો સંકેત હોઈ શકે છે. શ્વાસ ફૂલવો તે લક્ષણોમાં સામેલ છે, જેને ઘણી વખત લોકો નજરઅંદાજ કરી દે છે પરંતુ સમયસર સારવાર ન કરવા પર આ સમસ્યા વધી શકે છે.

આ પણ વાંચો: 30 વર્ષના થઈ ગયા બાદ દરરોજ આ વસ્તુ ખાઓ, ઘડપણના નિશાન દેખાશે જ નહીં!

ખાંસી ખાતી વખતે છાતીમાં દુખાવો

જો ખાંસી ખાતી વખતે તમને છાતીમાં દુખાવો થાય તો એ સંકેત છે કે ફેફસામાં અમુક ગંભીર સમસ્યા હોઈ શકે છે. આ દુખાવો ફેફસામાં સોજો, સંક્રમણ કે અન્ય કોઈ બીમારીનું પરિણામ હોઈ શકે છે.

મોં માં કફ થવો

જો તમારા મોં માં વધુ કફ થઈ રહ્યો છે તો એ પણ ફેફસાંમાં નબળાઈનો એક સંકેત હોઈ શકે છે. ખાસ કરીને સ્મોકિંગ કરનારમાં આ સમસ્યા વધુ દેખાઈ આવે છે. કફનું આવવું એક સામાન્ય લક્ષણ હોઈ શકે છે પરંતુ જો આ સમસ્યા વધવા લાગે તો આ ગંભીર આરોગ્ય સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે.

શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવવી

ફેફસાંમાં નબળાઈ દરમિયાન સામાન્ય ચાલવા પર કે ઝડપી કામ કરવા પર શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે. આ સાથે સવારે ઉઠતાં જ શ્વાસ ફૂલવો, ગભરામણનો અવાજ આવવા જેવા લક્ષણ પણ જોવા મળી શકે છે.


Google NewsGoogle News