Walnuts Benefit: 1 દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઈએ? જાણો તેના ફાયદા

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
Walnuts Benefit: 1 દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઈએ? જાણો તેના ફાયદા 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 26 ડિસેમ્બર 2023 મંગળવાર

નટ્સ કે સીડ્સ આરોગ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. અખરોટને તો લગભગ દરેક ઘરમાં ખાવામાં આવે છે. માતાઓ પોતાના બાળકોને ખાસ કરીને અખરોટ અને બદામ ખવડાવે છે. અખરોટમાં ઘણા પ્રકારના પોષક તત્વ હાજર હોય છે. આ પ્રોટીન, ફેટનો સારો સ્ત્રોત છે. કેલ્શિયમ અને આયર્ન માટે પણ અખરોટને ખાવામાં આવે છે. અખરોટમાં અનસેચ્યુરેટેડ ફેટ હોય છે, જે કાર્ડિયોવાસ્ક્યુલર રોગોથી દૂર રાખવામાં મદદ કરે છે. તેથી આપણે અખરોટને જરૂર ખાવા જોઈએ. જોકે પ્રશ્ન એ થાય છે કે એક દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઈએ. 

એક દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઈએ?

આમ તો અખરોટ આરોગ્ય માટે લાભદાયી છે અને તમે તેનું સેવન દરરોજ કરી શકો છો. તેમ છતાં, તમારી હેલ્થ કંડીશન એ નક્કી કરે છે કે તમારે એક દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઈએ અને કેટલા દિવસ સુધી તેનું સેવન કરવુ જોઈએ. આ રીતે એ વાત પણ મહત્વની છે કે તમે શા માટે અખરોટનું સેવન કરી રહ્યા છો. જો તમે કોલેસ્ટ્રોલ ઘટાડવા માંગો છો તો તમે દરરોજ 30થી 60 ગ્રામ અખરોટનું સેવન કરી શકો છો. કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડીને તમે પોતાના હૃદયને હેલ્ધી બનાવી શકો છો. આમ તો જો તમને કોઈ પણ પ્રકારની આરોગ્યની સમસ્યા નથી તો તમે તેનું સેવન દરરોજ કરી શકો છો. 

અખરોટ ખાવાના ફાયદા

અખરોટ ઘણા પ્રકારે પોષક તત્વોથી ભરપૂર છે. તેનું સેવન કરવાથી તમને ઘણા પ્રકારના આરોગ્યના લાભ મળી શકે છે.

પેટ માટે હેલ્ધી

અખરોટ પેટ સંબંધિત સમસ્યાઓને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. અખરોટમાં હેલ્ધી બેક્ટેરિયા હોય છે, જે પેટના આરોગ્યને સારુ રાખવામાં મદદ કરે છે. આ સિવાય આ મેદસ્વીપણુ, હાર્ટ ડિસીઝને પણ ઘટાડવામાં યોગદાન આપે છે.

અખરોટ કેન્સરના જોખમને ઘટાડે છે

નિષ્ણાતો અનુસાર અખરોટના સેવનથી બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર જેવી ઘણી ગંભીર બીમારીઓના રિસ્કને ઘટાડી શકાય છે. અખરોટમાં એન્ટી-ઈન્ફલેમેટરી પ્રોપર્ટી હોય છે, જે આરોગ્યને સારુ રાખે છે.

વજન ઘટાડે છે

અખરોટનું સેવન કરવાથી ભૂખને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. તેનાથી તમે ઓવર ઈટિંગથી બચી જાવ છો જે વજન કંટ્રોલમાં મદદરૂપ સાબિત થાય છે. અખરોટને ઇન્સ્યુલિન માટે રોકવા, બ્લડ શુગરને કંટ્રોલ કરવા અને ટાઈપ-2 ડાયાબિટીસના રિસ્કને ઘટાડવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે.

મગજ માટે કારગર

વધતી ઉંમરના કારણે ઘણીવખત યાદશક્તિ કમજોર થઈ શકે છે. આ સાથે જ અલ્ઝાઈમર જેવી ઘાતક બીમારીઓ પણ વધતી ઉંમરની દેન છે. અખરોટનું સેવન કરીને મગજ સાથે જોડાયેલી આ બીમારીઓના રિસ્કને પણ ઘટાડી શકાય છે. અખરોટ ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઘટાડવા અને નર્વસ સિસ્ટમમાં સોજાને ઘટાડવામાં મદદ કરે છે. અખરોટમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે આરોગ્ય માટે લાભકારી છે.


Google NewsGoogle News