કૂતરુ કરડ્યાના કેટલા સમયમાં ઈન્જેક્શન લેવુ જોઈએ ? આ લક્ષણોથી ઓળખો કૂતરાને હડકવા છે કે નહીં

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
કૂતરુ કરડ્યાના કેટલા સમયમાં ઈન્જેક્શન લેવુ જોઈએ ? આ લક્ષણોથી ઓળખો કૂતરાને હડકવા છે કે નહીં 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 27 ફેબ્રુઆરી 2024 મંગળવાર

હડકવા જોખમી હોવાની સાથે-સાથે એક જીવલેણ બીમારી છે. મોટાભાગના કેસ એવા હોય છે જ્યારે કૂતરાના કરડવાથી રેબીજ થાય છે. કૂતરા કે સ્તનધારી જાનવરના કરડવાથી રેબીજ થાય છે. રેબીજ એવુ ઈન્ફેક્શન હોય છે જેમાં ન્યૂરોટ્રેપિક લાઈસિસિવર્સ કે રબડોવાઈરસ નામના વાઈરસના કારણે થાય છે. રેબીજની કોઈ કાયમી સારવાર નથી પરંતુ સમયસર જાણ થઈ જાય તો આ બીમારીને કંટ્રોલ કરી શકાય છે. વેક્સિનેશનની મદદથી રેબીજની બીમારીને કંટ્રોલ કરી શકાય છે પરંતુ જો કોઈ વ્યક્તિએ વેક્સિન લગાવી નથી તો આવી સ્થિતિમાં આ ઈન્ફેક્શન ફેલાવી શકે છે. માત્ર એટલુ જ નહીં વ્યક્તિનું બચવુ પણ મુશ્કેલ છે. રેબીજ જોખમી હોવાની સાથે-સાથે ઘાતક બીમારી છે.

શું રેબીજવાળુ કૂતરુ કરડ્યુ તો માણસ બીમાર પડી શકે છે?

કૂતરા બે જ શરત પર કરડે છે એક જ્યારે કોઈ વ્યક્તિએ કૂતરાને હેરાન કર્યુ હોય ત્યારે અને બીજુ જ્યારે તમે કૂતરાને ડરાવો કે મારો છો તો ત્યારે પણ કૂતરા કરડી લે છે. રેબીજની બીમારીના કારણે કૂતરુ અસ્વસ્થ થઈ જાય છે. જ્યાં-ત્યાં ભટકવા લાગે છે અને લોકોને કરડી લે છે. કૂતરુ કરડ્યા બાદ લોકોએ અમુક ખાસ સાવધાની રાખવાની જરૂર છે. એક્સપર્ટ અનુસાર કૂતરુ કરડ્યા બાદ જો રેબીજની બીમારી થઈ જાય તો જીવ પણ જઈ શકે છે.

કૂતરામાં રેબીજના આવા લક્ષણ હોય છે

કૂતરુ ખૂબ વધુ ચિડીયુ થઈ જાય છે.

કારણ વિના આમતેમ ભાગતુ રહે છે.

કૂતરાના મોઢામાંથી લાળ ટપકવા લાગે છે કે પાણી નીકળવા લાગે છે.

કૂતરુ સુસ્ત થવા લાગે છે અને એક ટાઈમ બાદ મૃત્યુ પામે છે.

ડોગ બાઈટ બાદ ક્યારે અને કેટલી રસી લગાવવી જોઈએ

કૂતરુ કરડવાથી બે પ્રકારની વેક્સિન લગાવવામાં આવે છે. પીડિત વ્યક્તિને 3 ઈન્જેક્શન લેવા પડે છે. જેમાંથી પહેલુ ઈન્જેક્શન ડોગ બાઈટના તાત્કાલિક બાદ લેવામાં આવે છે એટલે કે જે દિવસે કૂતરુ કરડે છે તે દિવસે પહેલુ ઈન્જેક્શન લેવામાં આવે છે. બીજુ ઈન્જેક્શન 3 દિવસ બાદ અને ત્રીજુ ઈન્જેક્શન 7 દિવસ બાદ લેવામાં આવે છે.

એક્સપર્ટ અનુસાર વેક્સિન જરૂર લગાવવી જોઈએ

જે ટૂંક સમયમાં કૂતરુ ખરીદવાના હોય તેને વેક્સિન જરૂર લગાવવી જોઈએ.

જો તમે ટ્રાવેલ પર નીકળો છો જ્યાં રેબીજ કૂતરા વધુ હોય તો ત્યાં જતા પહેલા ઈન્જેક્શન જરૂર લેવા જોઈએ.


Google NewsGoogle News