હાઈ બ્લડ પ્રેશરના દર્દીએ આ 3 ફળોનું કરવુ જોઈએ સેવન, કંટ્રોલમાં રહેશે બીપી
Image Source: Freepik
અમદાવાદ, તા. 15 જુલાઈ 2023 શનિવાર
વર્તમાન સમયમાં બદલતી લાઈફ સ્ટાઈલના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જે ખાણી-પીણી, ડેઈલી રૂટીનમાં પરિવર્તન, કસરત ન કરવી વગેરેના કારણે થાય છે જે ક્યારેક ને ક્યારેક આપણા માટે જીવલેણ બીમારી બની જાય છે. જેમ કે કેન્સર, ડાયાબિટીસ, મેદસ્વીપણુ વગેરે.
હાઈ બ્લડ પ્રેશર એક એવી બીમારી છે જે આખી જીંદગી રહે છે, દરમિયાન ઘણા લોકોને ઘણો બધો ત્યાગ કરવાની જરૂર હોય છે, સાથે જ જો આને કંટ્રોલ ન કરવામાં આવે તો આ જીવલેણ પણ સાબિત થઈ શકે છે જેનાથી બ્રેઈન હેમરેજ, પેરાલિસિસનું પણ જોખમ રહે છે. તેથી સાવધાન રહેવુ ખૂબ જરૂરી છે.
આ ફળોને ખાઈને કંટ્રોલ કરો બ્લડ પ્રેશર
1. કેળા
કેળા આખુ વર્ષ મળતુ ફળ છે જે ખૂબ પૌષ્ટિક હોય છે. આ પાચનશક્તિને મજબૂત કરે છે. કેળામાં મળતા ન્યૂટ્રિયન્ટ્સ બ્લડ પ્રેશરમાં રામબાણનું કામ કરે છે, દરરોજ આનુ સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે સાથે જ આ સ્ટ્રોકથી પણ તમને બચાવવામાં મદદ કરે છે.
2. કીવી
કીવી એક ખૂબ જ ન્યૂટ્રીશનલ ફ્રૂટ હોય છે આમાં ઘણા પૌષ્ટિક તત્વ હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. આમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે જેનાથી પાચનતંત્ર મજબૂત રહે છે. આ સિવાય આ ઈમ્યુનિટીને પણ બૂસ્ટ કરવાનું કામ કરે છે આનાથી શરીરને કોઈ પણ બીમારી સામે લડવાની શક્તિ મળે છે.
3. કેરી
ગરમીની સીઝનમાં મળતુ આ ફળ માત્ર સ્વાદ માટે જ જાણીતુ નથી પરંતુ આ ઘણી બીમારીઓને દૂર રાખવાનું પણ કામ કરે છે. ઉલ્લેખનીય છે કે કેરીનું સેવન કરવાથી બ્લડ પ્રેશરની સમસ્યા સામે ઝઝૂમી પહેલા દર્દીને રાહત મળે છે, આમાં બીટા કેરોટીન અને ફાઈબર હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી હોય છે. આ બે તત્વ બીપી કંટ્રોલ રાખવાનું કામ કરે છે જે આરોગ્ય માટે સારુ હોય છે.