Get The App

Back Pain : કમરના દુઃખાવાથી છુટકારો મેળવવાનો આ છે ઘરેલુ ઉપાય, જાણો શું કરવું પડશે કામ

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News
Back Pain : કમરના દુઃખાવાથી છુટકારો મેળવવાનો આ છે ઘરેલુ ઉપાય, જાણો શું કરવું પડશે કામ 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 29 ડિસેમ્બર 2023 ગુરૂવાર

આજકાલ લોકોને કમરના દુખાવાની ખૂબ સમસ્યા રહે છે, જેનાથી તેઓ ખૂબ પરેશાન રહે છે. મોટાભાગના લોકોને એક જ સ્થળ અને કે ખોટી રીતે બેસવાના કારણે આ તકલીફ થાય છે. શરીરમાં પોષક તત્વોની ઉણપ થવાના કારણે પણ આ મુશ્કેલી થવા લાગે છે. 

બેસવાની પોઝીશન

ઘણા લોકોને કમરમાં દુખાવાની સમસ્યા જોવા મળે છે. આ મોટાભાગે એક જ સ્થળે વધુ સમય સુધી બેસી રહેવાના કારણે થાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે તમે જ્યારે પણ ક્યાંય પણ બેસો તો બેસવાની યોગ્ય પોઝીશનમાં બેસો.

સરસવનું તેલ

તમારે એક જ સ્થળે વધુ સમય સુધી બેસી રહેવુ જોઈએ નહીં. થોડા-થોડા સમયે ઉઠતા રહેવુ જોઈએ. દરમિયાન કમર અકડતી નથી. સરસવના તેલમાં લસણની કળીઓને નાખીને તેનાથી તમે કમરની મસાજ કરી શકો છો.

હૂંફાળા પાણીનો શેક

કમરનો દુખાવો થવાથી માણસનું ઉઠવુ-બેસવુ ખૂબ મુશ્કેલ થઈ જાય છે. તમને કમરમાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે તો હૂંફાળા પાણીનો શેક તમે કરી શકો છો. તેનાથી ખૂબ આરામ મળશે.

યોગ

જો તમને કમરમાં દુખાવાની સમસ્યા ઘણા સમયથી થઈ રહી છે તો તમારે ડોક્ટરને જરૂર બતાવવુ જોઈએ. તમારે દરરોજ યોગ કરવા જોઈએ. 

હળદરવાળુ દૂધ

તમારે રાત્રે સૂતી વખતે હળદરવાળા દૂધનું સેવન કરવુ જોઈએ. તેને પીવાથી શરીરનો તમામ થાક અને દુખાવાની સમસ્યા દૂર થઈ જશે.


Google NewsGoogle News