યુવાનોમાં 25 ટકા વધ્યા હાર્ટ એટેકના કેસ, નિષ્ણાતોએ આપ્યું કારણ, લોકોને ખાસ સલાહ

નિષ્ણાતોના કહેવા પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યામાં 40 ટકાનો વધારો

સતત બેઠાડુ જીવન અને ખાવા-પીવાની ખરાબ આદતો યુવાનોમાં હાર્ટ એટેકનું સૌથી મોટું કારણ

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
યુવાનોમાં 25 ટકા વધ્યા હાર્ટ એટેકના કેસ, નિષ્ણાતોએ આપ્યું કારણ, લોકોને ખાસ સલાહ 1 - image
Image Envato 

વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલીમાં ઘણો બદલાઈ ગઈ છે. જેમા ખાન-પાનથી લઈને રહેણી કરણી સહિતમાં ખૂબ ફેરફાર જોઈ શકાય છે. જેના કારણે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યામાં 40 ટકાનો વધારો થયો છે. જેમાથી 25 ટકા હાર્ટ એટેકના કેસ તો માત્ર યુવાનોના છે. જે સતત બેઠાડુ જીવન અને ખાવા-પીવાની ખરાબ આદતો યુવાનોમાં હાર્ટ એટેકનું સૌથી મોટું કારણ બન્યું છે

હાર્ટ એટેકના વધતાં જતાં કેસ જોતાં લોકોને જાગૃત કરવાની તાતી જરુર

નિષ્ણાતોના કહેવા પ્રમાણે આ ખૂબ જ ચિંતાજનક વાત છે. હાર્ટ એટેકના વધતાં જતાં કેસ જોતાં લોકોને જાગૃત કરવાની તાતી જરુર છે. જે લોકોને હાર્ટ એટેકનો પારિવારિક ઈતિહાસ ધરાવે છે તેમને હૃદયરોગની બીમારી વધી જવાની સંભાવના બે ગણી વધી જાય છે. સૌથી મહત્વની વાત એ છે કે, વ્યક્તિએ પોતાની અંદર રહેલા જનીનને ઓળખવા ખૂબ જ જરુરી છે. 

લોકોએ તેમના શરીરની તપાસ કરાવી જરુરી

નિષ્ણાતોનું કહેવું છે કે, હાર્ટ એટેક મામલે જેનો પારિવારિક ઈતિહાસ રહેલો છે, તેમણે 25 વર્ષની ઉંમરે તેમજ અન્ય લોકોએ 30 વર્ષની ઉંમરે તમારી આખા શરીરની તપાસ કરાવી લેવી જોઈએ. તેમણે કહ્યું કે, આધુનિક ટેકનોલોજી અને વિજ્ઞાન દ્વારા આજના સમયમાં વ્યક્તિનો હેલ્થ રિપોર્ટ કાઢી આપે છે. જેનાથી એ ફાયદો થશે કે, જો કોઈ મોટી બીમારી હશે તો તેનો સત્વરે ઉપચાર કરી શકાય. 

બેઠાડું જીવન મુખ્ય કારણ

ડોક્ટરોના કહેવા પ્રમાણે બેઠાડી જીવનશૈલી અને ખરાબ ખાન-પાન હૃદયરોગ માટે જવાબદાર છે. ઓફિસમાં કામને લઈને વધારે પડતો સ્ટ્રેસ, તમારા ડેઈલી રુટીનનો ખ્યાલ ન રાખવો, બહુ ઓછી ઊંઘ લેતા હોય, વધારે પડતો દારુ પીવો અને સિગરેટ પીવા જેવી આદત તમારા હૃદયને ખોખલું બનાવી કમજોર કરી નાખે છે.   


Google NewsGoogle News