સાયકોટિક બ્રેકડાઉન ખૂબ જ ખતરનાક, ઘણી સેલિબ્રિટી આનો શિકાર, જાણો લક્ષણો અને સારવાર

સાયકોટિક બ્રેકડાઉનને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે

જે લોકો આ ડિસઓર્ડરથી પ્રભાવિત છે તેઓ જાણતા પણ નથી કે તેઓ આવી પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યા છે

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
સાયકોટિક બ્રેકડાઉન ખૂબ જ ખતરનાક, ઘણી સેલિબ્રિટી આનો શિકાર, જાણો લક્ષણો અને સારવાર 1 - image


Psychotic Breakdown: એક એવી સ્થિતિ જેમાં એક વ્યક્તિનો વાસ્તવિકતાથી સંપૂર્ણપણે સંપર્ક તૂટી જાય તેને સાયકોટિક બ્રેકડાઉન કહેવાય છે. હાલમાં જ અમેરિકી સિંગર લેડી ગાગાએ એક ડોક્યુમેન્ટ્રી 'The me you can't see'માં તેની આ બીમારી વિષે વાત કરતા કહ્યું હતું કે 19 વર્ષની ઉંમરે તેના પર એક મ્યુઝિક ડિરેક્ટરે દુષ્કર્મ કર્યું હતું અને ધમકી પણ આપી હતી કે આ વાતની કોઈને જાણ થશે તો હંમેશા માટે મ્યુઝિકથી તેને દુર કરી દેવામાં આવશે. ત્યારબાદ તેને સાયકોટિક બ્રેક થવાથી લેડી ગાગાને કંઈ જ યાદ નથી. લેડી ગાગા કહે છે કે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD)ને કારણે આવું થયું છે. ચાલો જાણીએ PTSD શું છે, તેના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો વિષે...

પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરના લક્ષણ

અમુક બીમારીના કોઈ લક્ષણ જ જોવા મળતા નથી. તેમાં પણ સૌથી મોટી સમસ્યા તો એ છે કે પીડિતને પણ ખબર નથી રહેતી કે તે ડિસઓર્ડરથી પીડાય છે. આવી માનસિક સ્થિતિ હોય ત્યારે તેની સારવાર કરવી ખુબ મુશ્કેલ છે. PTSD એક ડિસઓર્ડર છે, જેને સમજવું અઘરું છે. અમેરિકન પોપ સ્ટાર કેશા પણ સાયકોટિક બ્રેકનો શિકાર બની ચુકી છે. આ વિષે તેણે જણાવ્યું હતું કે તે પાગલ જેવી લાગતી અને દરરોજ તે બે કલાક એકલી રડતી, પછી તે નોર્મલ થઈ જતી.

સાયકોટિક બ્રેકમાં શું થાય?

કેશા તે સમયે વધુ પ્રમાણમાં ઈમોશનલ થઇ ગઈ હતી. તેમજ તેને દરેક નાની નાની વાતમાં રડવું આવી જતું હતું. આ સિવાય તેને થાક લાગતો. આવી સ્થિતિમાં કાળજી રાખવાની ખુબ જરૂર હોય છે કારણ કે આ બાબત પર્સનલ લાઈફને પણ અસર કરે છે. આ બીમારીમાં કોઈ કારણ વગર જ ચિંતા અને તણાવ અનુભવાય છે. જેમાં આસપાસ થતી ક્રિયાઓ પણ ધ્યાન જતું નથી અને લાગણીઓ પર કંટ્રોલ રાખવો મુશ્કેલ બની જાય છે. જેમાંથી બહાર નીકળવા માટે બ્રેક લેવાની જરૂર હોય છે, જો એવું ન કરવામાં આવે તો તે હાનીકારક સાબિત થાય છે. આવી સ્થિતિમાં માનસિક સારવાર કરાવવાની જરૂર પડે છે.

સાયકોટિક બ્રેકડાઉનના કારણ

આ ડિસઓર્ડરના ઘણા કારણો હોય શકે છે. આમાં સ્વાસ્થ્ય, જીનેટીક્સ, શારીરિક બીમારી, ઓછી ઊંઘ અને આલ્કોહોલ અને સિગારેટનું સેવન, નશીલા પદાર્થ અથવા ખોટી દવાઓ લેવાથી, અલ્ઝાઈમર અથવા વૃદ્ધાવસ્થામાં માનસિક મૂંઝવણ જેવી સ્થિતિઓનો સમાવેશ થાય છે.

સાયકોટિક બ્રેકડાઉનના ઉપાયો 

આ ડિસઓર્ડરથી બચવા માટે તમારે તમારી વ્યસ્ત જીવનશૈલીમાંથી તમારા માટે થોડો સમય કાઢી લેવો જોઈએ. જેથી શરીરને આરામ મળે અને તે સારી રીતે કામ કરી શકે. એકાગ્રતા ઓછી થાય ત્યારે બ્રેક લેવો ખૂબ જ જરૂરી છે. આજકાલ સોશિયલ મીડિયા તણાવનું કારણ બની રહ્યું છે, જેના કારણે માનસિક થાક અને હતાશા વધી રહી છે. આવી સ્થિતિમાં કામથી થોડા દિવસ બ્રેક લેવો જરૂરી બની જાય છે. જીવનશૈલીમાં સુધારો કરીને આ ડિસઓર્ડરથી બચી શકાય છે.

સાયકોટિક બ્રેકડાઉન ખૂબ જ ખતરનાક, ઘણી સેલિબ્રિટી આનો શિકાર, જાણો લક્ષણો અને સારવાર 2 - image


Google NewsGoogle News