વાયરલ ફીવર બાદ સૂકી ઉધરસ આવી રહી છે? ન રાખો બેદરકારી, જાણો શું હોય શકે તેનું કારણ અને સારવાર

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
વાયરલ ફીવર બાદ સૂકી ઉધરસ આવી રહી છે? ન રાખો બેદરકારી, જાણો શું હોય શકે તેનું કારણ અને સારવાર 1 - image


                                                       Image Source: Freepik

અમદાવાદ, તા. 13 ઓક્ટોબર 2023 શુક્રવાર

હવામાન બદલવાની સાથે વાયરલ ફીવર થવો સામાન્ય વાત છે. જેમાં મોટાભાગના લોકોને અપર રિસ્પિરેટરી ટ્રેક્ટ ઈન્ફેક્શન થઈ જાય છે. તાવ મટ્યા બાદ પોસ્ટ વાયરલ કફ ઘણા લોકોને ખૂબ પરેશાન કરે છે. જેમાં દર્દીને સૂકી ખાંસી આવે છે. છાતી પર ભારેપણુ અને દુખાવો અનુભવાય છે. ખાંસી આવવાનો ટાઈમ અલગ-અલગ હોઈ શકે છે. મોટા કેસમાં ખાંસી સવારે ઓછુ આવે છે અને બપોર બાદ વધવા લાગે છે. આ સાથે માથાનો દુખાવો, આંખોમાં આંસુ, બળતરા કે શરીરમાં ગરમાહટ અનુભવવા જેવા લક્ષણ પણ જોવા મળે છે. જો તમને કે ઘરના કોઈ પણ સભ્યને આવી સમસ્યા આવી રહી છે તો આ ટિપ્સ કામ આવી શકે છે. 

આટલો સમય લાગી શકે છે

જો તમને વાયરલ ઈન્ફેક્શન બાદ તાવ મટી ગયો હોય પણ સૂકી ખાંસી આવી રહી છે તો ગભરાવો નહીં. આ સામાન્ય છે પરંતુ બેદરકારી તમને લાંબા સમય સુધી ખાંસી ખાવા પર મજબૂર કરી શકે છે. પોસ્ટ વાયરલ કફ 3 થી 8 અઠવાડિયા સુધી ચાલી શકે છે. તેથી જો લાંબા સમયથી તમારી ખાંસી ઠીક ના થઈ રહી તો પેનિક ન કરો, નેગેટિવ વિચારો નહીં. મગજમાં કોઈ શંકા હોય તો ડોક્ટરને મળીને તપાસ કરાવી લો. ઘણી વાર લોકો સમજી નથી શકતા કે વિટામિન ડી અને બી 12ની ઉણપથી પણ રિકવરીમાં ટાઈમ લાગે છે. તેનો ટેસ્ટ કરાવી લો. 

બેદરકારી ન રાખો

આ સમસ્યામાં સૂકી ખાંસી આવે છે. આ કારણથી આ વધુ પેઈનફુલ લાગે છે. દર્દી શરૂઆતમાં એલર્ટ રહે તો મુશ્કેલી થતી નથી, બેદરકારીથી કેસ બગડી શકે છે. જેના કારણે વાયરલ ઈન્ફેક્શન બાદ આપણી શ્વાસનલી અને ફેફસામાં ઈન્ફ્લેમેશન થઈ જાય છે. ખાંસી ખાવાથી આ વધી જાય છે અને નક્કી સમય બાદ જ સાજા થવાય છે. આટલા લાંબા સમય સુધી ખાંસી ખાવાથી તમારી ખૂબ એનર્જી વેસ્ટ જાય છે શરીરના અન્ય અંગો પર પણ ખરાબ પ્રભાવ પડે છે. વાયરલ ફીવર મટી ગયા બાદ તમને ખાંસી શરૂ થાય તો તાત્કાલિક ડોક્ટરને મળી લો. મોટાભાગના કેસમાં ડોક્ટર્સ એલર્જીની દવા કે એન્ટીહિસ્ટામીન્સ આપે છે. પોતાની જાતે દવા ન લેવી જોઈએ. 

આદુ છે રામબાણ

ઘરેલુ સારવાર તરીકે તમે વધુને વધુ આરામ કરવો જોઈએ. ઓછુ બોલવુ. આદુમાં નેચરલી એન્ટીહિસ્ટામીન પ્રોપર્ટી હોય છે. તમે સવાર-સાંજ આદુ ધોઈને અને છોલીને ચૂસી શકો છો. ફ્રૂટ્સ પણ થોડા સાચવીને ખાવા જોઈએ કેમ કે જરૂરી નથી કે દરેક ફળ ખાંસીમાં આરામ આપે, અમુક ફળ હિસ્ટામીન ટ્રિગર પણ કરે છે. અનાનસ ફાયદો કરે છે. 

નાસ લેવાથી તાત્કાલિક રાહત મળશે

નાસ લેવાથી તમને રાહત મળશે. સવારે-બપોરે-સાંજે 3 વખત મોં ખોલીને નાસ લો. તેનાથી તમારા ફેફસા અને શ્વાસનળી ખુલશે અને ઈન્ફ્લેમેશનમાં પણ આરામ મળશે. તમારે લિક્વિડ વધુથી વધુ લેવુ જોઈએ. સાદુ પાણી પીવાથી મુશ્કેલી થાય તો નારિયેળ પાણી, ગ્રીન ટી કે લીંબુ પાણી પી શકો છો. વિટામિન સી ફાયદો કરશે. તમે સંતરાનું જ્યૂસ, આંબળા વગેરે પણ લઈ શકો છો.


Google NewsGoogle News