આદુનું પાણી કે ચા? જાણો શું છે તમારા આરોગ્ય માટે વધુ લાભદાયી
Image Source: Freepik
અમદાવાદ, તા. 27 જાન્યુઆરી 2024 શનિવાર
આદુ ભારતીય રસોડામાં ઉપયોગ થનાર સૌથી લોકપ્રિય શાકભાજી છે. ભોજનનો સ્વાદ વધારવાથી લઈને દમદાર ચા બનાવવા સુધી આદુ ઘણી રીતે આપણી ડાયટનો ભાગ બને છે. સ્વાદ વધારવા સાથે જ આ આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. આ કારણ છે કે લોકો આને ઘણી રીતે પોતાની ડાયટમાં સામેલ કરે છે. અમુક લોકો આદુની ચા પીવે છે તો અમુક લોકો આદુનું પાણી પીવે છે. જોકે, બંને વિશે ઘણી વખત મનમાં પ્રશ્ન રહે છે કે આરોગ્ય માટે શું વધુ સારુ છે.
આદુની ચા
શિયાળો હોય કે ઉનાળો લોકો આદુની ચા પીવાનું પસંદ કરે છે. એન્ટીઓક્સિડેન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર આ ચા વિભિન્ન આરોગ્ય સ્થિતિઓમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. જોકે, આ આરોગ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે. ખૂબ વધુ પ્રમાણમાં આનું સેવન ગેસ, બ્લોટિંગ અને એન્ગજાયટીનું કારણ બની શકે છે.
સૂંઠનું પાણી
જો તમે વાત-પિત્તની સમસ્યાઓથી પરેશાન રહો છો તો સૂંઠનું પાણી તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે. આ તમારા પાચનતંત્રને સારુ બનાવે છે અને બ્લોટિંગથી રાહતમાં મદદ કરે છે. એટલુ જ નહીં જો તમે વજન ઘટાડવા માંગો છો તો સૂંઠનું પાણી આમાંથી ખૂબ કારગર સાબિત થશે. આ મેટાબોલિઝમને વધારે છે અને ભોજનની ક્રેવિંગ્સને ઘટાડે છે.
તાજા આદુનું પાણી
તાજા આદુનું પાણી શરદી કે ખાંસીથી તમને રાહત અપાવવામાં ખૂબ મદદ કરી શકે છે. એટલુ જ નહીં આ તમારા હૃદયના માટે પણ ખૂબ લાભદાયી હોય છે. ઝિંઝરોલથી ભરપૂર હોવાના કારણે તાજા આદુનું પાણી બ્લડ વેસલ્સને ખોલે છે, જેનાથી શ્રેષ્ઠ સર્ક્યુલેશનને પ્રોત્સાહન મળે છે અને બ્લડ પ્રેશર પણ ઓછુ થાય છે.
જોકે, ચા નું વધુ સેવન કરવાથી અમુક સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. તેથી તમામનું મર્યાદિત પ્રમાણમાં જ સેવન કરો.