ડાયાબિટીસના દર્દીઓને થતા પગના દુખાવાથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરેલુ ઉપાય

Updated: Dec 11th, 2023


Google NewsGoogle News
ડાયાબિટીસના દર્દીઓને થતા પગના દુખાવાથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરેલુ ઉપાય 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 11 ડિસેમ્બર 2023 સોમવાર

ડાયાબિટીસ એક એવી બીમારી છે જેને ઘણી અન્ય મુશ્કેલીઓનું મૂળ માનવામાં આવે છે. જેના કારણે હૃદયની બીમારી, કિડનીની બીમારી અને તમામ પ્રકારની સમસ્યાઓ થાય છે, જેમાંથી એક છે પગમાં દુખાવો, જેના કારણે દર્દીઓ માટે ચાલવુ પણ મુશ્કેલ થઈ જાય છે. બ્લડ શુગર લેવલ વધ્યા બાદ પગમાં દુખાવો સામાન્ય વાત છે પરંતુ જો તમે અમુક ઘરેલુ ઉપાય અપનાવશો તો આ તકલીફને દૂર કરી શકાય છે. 

ડાયાબિટીસના દર્દીઓ આ રીતે પગનો દુખાવો કરો દૂર

1. બ્લડ શુગર કંટ્રોલ કરો

ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ શુગર લેવલને જાળવવુ હેલ્ધી રહેવાની પહેલી શરત છે. જેના વિના કોઈ પણ પ્રકારની તકલીફ દૂર કરવાની કલ્પના કરી શકાતી નથી. આ માટે તમે પોતાની ડેઈલી લાઈફસ્ટાઈલ અને ફૂડ હેબિટમાં પરિવર્તન લાવો. પોતાના ભોજનથી લઈને એક્સરસાઈઝ અને ઊંઘ માટે ટાઈમ ફિક્સ કરી લો અને આમાં વધુ પરિવર્તન ન લાવો. વધુ મીઠુ અને ઓયલી ફૂડ્સથી અંતર રાખો કેમ કે તેનાથી બીમારીઓનું રિસ્ક ખૂબ વધી જાય છે. 

2. ફિઝિકલ એક્ટિવિટી વધારો

એક્સરસાઈઝ ઘણી સમસ્યાઓનો ઉપાય છે, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ વાત લાગુ થાય છે. જો તમે દરરોજ વર્કઆઉટ કરશો તો પગનો દુખાવો સહેવો થોડુ સરળ થઈ જશે. સાથે જ ધીમે-ધીમે તકલીફ પણ દૂર થવા લાગશે. આ રીતે તમારા બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે અને શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. આખો દિવસ કામમાંથી સમય કાઢીને થોડો સમય જિમ માટે પણ કાઢો. જો આવુ શક્ય ન હોય તો આસપાસના મેદાન કે પાર્કમાં ચાલો કે જોગિંગ કરો. તેનાથી તમે સારુ અનુભવશો અને સાથે જ ફિટનેસ પણ સારી રહેશે.

3. ગરમ પાણીનો ઉપયોગ કરો

ગરમ પાણીની મદદથી પગમાં થનારા દુખાવાને દૂર કરી શકાય છે. પોતાના પગને ધોવા માટે સામાન્ય ગરમ પાણીનો ઉપયોગ કરો કે પછી નહાવા માટે પણ આ રીતે પાણીનો ઉપયોગ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

4. પગનો ખાસ ખ્યાલ રાખો

જ્યારે પગમાં ખૂબ દુખાવો થવા લાગે તો એ વાતની જાણકારી મેળવો કે ક્યાંક તમે કોઈ ભૂલ તો નથી કરી રહ્યા ને. તમે પોતાના પગને સાફ કરો અને ત્યાંના નખ પણ નિયમિત રીતે કાપતા રહો. રાત્રે સૂતા પહેલા અને સવારે જાગ્યા બાદ ધ્યાન રાખો કે ક્યાંક સોજો તો વધી ગયો નથી ને. ડાયાબિટીસના દર્દીઓ માટે ન્યૂરોપેથિક ટ્રીટમેન્ટ ખૂબ કારગર છે. જેમાં ખાસ બૂટ-ચપ્પલની મદદથી દુખાવો દૂર કરવામાં આવે છે. 


Google NewsGoogle News