શિયાળાની સીઝનમાં સ્વસ્થ રહેવા માટે અપનાવો આ આયુર્વેદિક નુસ્ખા, ઈમ્યુનિટી બનશે સ્ટ્રોંગ

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
શિયાળાની સીઝનમાં સ્વસ્થ રહેવા માટે અપનાવો આ આયુર્વેદિક નુસ્ખા, ઈમ્યુનિટી બનશે સ્ટ્રોંગ 1 - image


                                                            Image Source: Freepik

અમદાવાદ, તા. 16 ઓક્ટોબર 2023 સોમવાર

ધીમે-ધીમે શિયાળાની શરૂઆત થઈ રહી છે. આવા મોસમમાં બીમારીઓ વધી જાય છે. શરદી-ખાંસીની સમસ્યા તો ખૂબ કોમન હોય છે. ઈમ્યૂનિટી કમજોર થવાથી આ મોસમમાં ઈન્ફ્લુએન્જા, સાઈનસાઈટિસ, ટોન્સિલાઈટિસ જેવી સમસ્યાઓ પણ થાય છે. દરમિયાન જો તમે શિયાળામાં બીમાર પડવા માંગતા નથી તો આયુર્વેદ તમારી મદદ કરે છે. અમુક એવા નુસ્ખા છે જે તમારી ઈમ્યૂનિટીને મજબૂત કરીને તમને બીમારીઓથી બચાવી શકે છે. 

ધ્યાન-યોગ

શરીરને તણાવથી મુક્ત અને મનને શાંત રાખવા માટે આયુર્વેદ ધ્યાન અને યોગને જીવનમાં ઉતારવાની સલાહ આપે છે. નિયમિતરીતે યોગ કરવાથી શારીરિક મજબૂતી મળે છે. માનસિક તણાવથી પણ છુટકારો મળે છે. ઘણા યોગાસન તો એવા પણ છે, જે તમારી ઈમ્યૂનિટીને જોરદાર રીતે વધારવાનું કાર્ય કરે છે. પ્રાણાયામ દરરોજ કરવાથી પણ રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

આયુર્વેદિક ક્રિયાઓ

અમુક એવી પણ આયુર્વેદિક પ્રક્રિયાઓ છે જે ઈમ્યુનિટીને વધારી શકે છે. જેમાં સવાર-સાંજ નસકોરામાં તેલ કે નારિયેળનું તેલ કે ઘી લગાવવુ ફાયદાકારક માનવામાં આવે છે. આ સિવાય ઓયલ પુલિંગ થેરેપી પણ ખૂબ સારી માનવામાં આવે છે. જેમાં એક ચમચી તેલ કે નારિયેળનું તેલ મોઢામાં નાખીને બેથી ત્રણ મિનિટ સુધી ફરાવીને થૂકી દો ને પછી ગરમ પાણીથી મોઢુ ધોઈ લો. આ ક્રિયા પણ રોગ પ્રતિકારક શક્તિઓને વધારવામાં મદદરૂપ છે.

જડીબુટ્ટીઓનું સેવન

શિયાળામાં અમુક આયુર્વેદિક જડીબુટ્ટીઓ પણ એવી છે, જેનું દરરોજ સેવન કરવાથી ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ થાય છે. જેમાં હળદરવાળુ દૂધ, અશ્વગંધા, તુલસી અને ઘણા આયુર્વેદિક ઔષધિઓ સામેલ છે. 


Google NewsGoogle News