બદલાતા વાતાવરણમાં બીમારીઓથી બચવા માટેની ઉપયોગી ટિપ્સ, ઈમ્યુનિટી બનશે સ્ટ્રોંગ

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
બદલાતા વાતાવરણમાં બીમારીઓથી બચવા માટેની ઉપયોગી ટિપ્સ, ઈમ્યુનિટી બનશે સ્ટ્રોંગ 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 20 ફેબ્રુઆરી 2024 મંગળવાર

અત્યારે વાતાવરણ બદલાયેલુ છે. ઠંડી હજુ સંપૂર્ણરીતે ગઈ નથી પરંતુ ક્યારેક ગરમી, ક્યારેક વરસાદ કે પવન હવામાનને ઠંડુ કરી રહી છે. આ બદલાતા હવામાનની અસર આપણા સૌના આરોગ્ય પર પડી રહી છે. જેના કારણે લોકો મોસમી બીમારીઓની ચપેટમાં આવી રહ્યા છે. બદલાતા હવામાનના કારણે લોકોને હોસ્પિટલ પણ જવુ પડી શકે છે. આ ઋતુમાં તમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. દરમિયાન મોસમી બીમારીઓને જોતા તમારે કેટલીક સાવધાનીઓ રાખવાની જરૂર છે. 

બહાર નીકળ્યા પહેલા પોતાને કવર કરો

હવામાનની મારથી બચવા માટે બહાર નીકળતી વખતે પોતાને સંપૂર્ણરીતે કવર કરીને નીકળો. શક્ય હોય તો માસ્ક પહેરો અને માથુ પણ ઢાંકીને રાખો. વધુ ગરમ કપડા ન પહેરો પરંતુ પોતાની સાથે એકાદ ગરમ વસ્ત્ર રાખો જેથી જ્યારે ઠંડી લાગે તો તેને પહેરી શકાય. 

સમયાંતરે નાસ લો

બદલાતા હવામાનમાં ઈમ્યૂનિટી પર ઊંડી અસર પડે છે તેથી આવા લોકોને સમયાંતરે ગરમ પાણીમાં નાસ લેતા રહેવુ જોઈએ. જેથી બંધ નાક ખુલી જાય અને જો શરદી, ખાંસી થઈ છે તો પીવા માટે ગરમ પાણીનો જ ઉપયોગ કરો. 

મસાલેદાર ભોજનથી દૂર રહો 

મસાલેદાર ભોજનથી દૂર રહો અને હળવુ ભોજન લઈ શકો છો. નારિયેળ પાણી, લીંબુ પાણી, છાશ જેવી વસ્તુઓને પોતાની ડાયટમાં જરૂર સામેલ કરો.

પોતાને હાઈડ્રેટેડ રાખો

બદલાતી સીઝનમાં હંમેશા પોતાને હાઈડ્રેટેડ રાખો તેથી હંમેશા પોતાની સાથે પાણીની બોટલ રાખવી જોઈએ.  

લવિંગ અને હળદરનો ઉપયોગ કરો

લવિંગ અને હળદરમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ અને એન્ટીઓક્સિડેન્ટ હોય છે. જેના કારણે તમારી ઈમ્યૂનિટી મજબૂત બની શકે છે. લવિંગ અને હળદરને દૂધમાં નાખીને કે આ મસાલાનો ઉકાળો બનાવીને પી શકાય છે.

અજમાનો ઉકાળો પીવો

અજમો એન્ટીઓક્સિડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. તેનો ઉકાળો ઈમ્યૂનિટીને સ્ટ્રોંગ બનાવવામાં મદદ કરે છે. ઉકાળો બનાવવા માટે એક કઢાઈમાં અજમો, તુલસીના પાન, કાળા મરી અને લસણને પીસીને એક કપ પાણી પીવો અને તેને થોડા સમય માટે ઉકાળો. જ્યારે આ ઉકળી જાય ત્યારે તેમાં મધ નાખીને પીવો. ઝડપથી રાહત મેળવવા માટે આ ઉકાળાને દિવસમાં બે વખત પીવો.


Google NewsGoogle News