તાવ નહીં આવે અને પ્લેટલેટ્સ કાઉન્ટ પણ વધશે, જરૂર અજમાવો આ આયુર્વેદિક ઉપાય
Image Source: Freepik
અમદાવાદ, તા. 29 ઓક્ટોબર 2023 રવિવાર
વાયરલ, ચિકનગુનિયા અને ડેન્ગ્યૂ તાવ અત્યારે ઝડપથી લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. કોઈપણ પ્રકારનો તાવ આવવાથી શરીરમાં દુખાવો વધી જાય છે. સૌથી વધુ હાથ-પગમાં દુખાવો થાય છે. ખેંચાણ વધી જાય છે. આ બધા કરતા સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આજકાલ તાવ આવવાથી પ્લેટલેટ્સ ઝડપથી ઘટી જાય છે જે આરોગ્ય માટે ખતરાની ઘંટડી છે.
પ્લેટલેટ્સ ઘટવા પર બ્લીડિંગ કે લંગ્સ અને લીવરમાં પાણી ભરાવાનું જોખમ રહે છે. આ જીવલેણ પણ થઈ શકે છે. તેથી જો કોઈ તાવથી પીડિત છે તો આયુર્વેદિક નુસ્ખા કારગર સાબિત થઈ શકે છે. તેના ઉપયોગથી જૂનામાં જૂનો તાવ સરળતાથી ખતમ થઈ શકે છે. સૌથી મોટી વાત એ છે કે તેના સાઈડ ઈફેક્ટ્સ પણ થતા નથી.
આ આયુર્વેદિક ઉપાય તાવ ઘટાડશે
આયુર્વેદિક એક્સપર્ટે જણાવ્યુ કે કોઈ પણ પ્રકારના ફીવરને ખતમ કરવાની મોંઘી દવાઓ છતાં આયુર્વેદિક ઔષધિઓની મદદ લેવી જોઈએ. તાવ માટે વારંવાર દવાઓનું સેવન ગંભીર દુષ્પરિણામ વાળુ પણ હોઈ શકે છે. દરમિયાન રાઈ, ચિકોરી, ગિલોય, કાળુ મીઠુ અને અજમો લઈને આયુર્વેદિક દવા બનાવી શકો છો.
આ રીતે બનાવો આયુર્વેદિક દવા
રાઈ, ચિકોરી, ગિલોય અને અજમાની 100-100 ગ્રામ અને કાળુ મીઠાનુ અડધુ પ્રમાણ લઈને એક માટીના હાંડીમાં તમામને સારી રીતે રાંધી લો. જે બાદ દિવસમાં બે વખત તેનું સેવન કરો. તેનાથી જૂનામાં જૂનો તાવ મૂળથી ખતમ થઈ શકે છે.
પ્લેટલેટ્સ વધારવામાં મદદરૂપ
આયુર્વેદિક નિષ્ણાંતે જણાવ્યુ કે આજકાલ થનાર તાવ શરીરને સંપૂર્ણરીતે તોડી નાખે છે. જેમાં ડેન્ગ્યૂ, વાયરલ અને ચિકનગુનિયાથી થનારા તાવ વધુ ખતરનાક માનવામાં આવે છે. જેમાં દર્દીના પ્લેટલેટ્સ ઝડપથી ઘટે છે. દરમિયાન આ આયુર્વેદિક મિશ્રણ પ્લેટલેટ્સને વધારવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.