બાળકોને જરૂર કરતા વધુ દૂધ પીવડાવવાથી ફાયદાના બદલે થાય છે નુકસાન
Image Source: Freepik
અમદાવાદ, તા. 26 માર્ચ 2024 મંગળવાર
નાના બાળકોના વિકાસ માટે દૂધ ખૂબ જરૂરી હોય છે. આમાં ઘણા પોષક તત્વ હોય છે જે બાળકોના આરોગ્ય માટે લાભદાયી હોય છે. જો બાળકોને યોગ્ય પોષણ ન મળે તો તેમના વિકાસમાં ઘટાડો થઈ શકે છે. ડોક્ટર જન્મથી 6 મહિના સુધી શિશુઓને માત્ર માતાનું દૂધ પીવડાવવાની સલાહ આપે છે. એવુ પણ જોવા મળે છે ઘણા બાળકો 2 થી 3 વર્ષ માત્ર દૂધ પર જ રહે છે. જેમાંથી અમુકનો વિકાસ થતો નથી અને તેમનુ શરીર પણ કમજોર થવા લાગે છે. દરમિયાન પ્રશ્ન ઉઠે છે કે શું વધુ દૂધ પણ બાળકોના આરોગ્ય પર ખરાબ અસર નાખે છે.
શા માટે બાળકોને વધુ દૂધ પીવડાવવુ નુકસાનદાયક છે
પીડિયાટ્રિશિયનનું કહેવુ છે કે જ્યારે બાળકો પેટ ભરીને દૂધ પીવે છે તો તે જમતા નથી. ઘણી વખત પેરેન્ટ્સ પણ બાળકોને ગ્લાસ ભરીને દૂધ આપી દે છે જેનાથી તેમનુ પેટ ભરાઈ જાય છે અને તે જમવાની ના પાડી દે છે. પેરેન્ટ્સે આવુ કરવાથી બચવુ જોઈએ. બાળકોને વધુ પ્રમાણમાં દૂધ આપવાથી તેમને અન્ય ફૂડ્સથી મળનાર પોષક તત્વ મળી શકતા નથી. જેનાથી તેમના શરીરનો વિકાસ યોગ્ય થઈ શકતો નથી. તેથી હંમેશા બાળકોને પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓ ખાવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. દૂધને ઘટાડીને વધુથી વધુ ફૂડ્સ આપવા જોઈએ.
વધુ દૂધ પીવાથી બાળકોને શું નુકસાન થાય છે
1. દૂધમાં આયર્ન ઓછુ હોય છે, જો બાળકો તેનુ વધુ સેવન કરે છે અને ખાદ્ય પદાર્થ ઓછા ખાય છે તો તેમના શરીરમાં લોહીની ઉણપ થવા લાગે છે તેમને એનિમિયા થઈ શકે છે.
2. વધુ દૂધ પીવાથી બાળકોમાં કબજિયાત અને ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
3. જ્યારે બાળકો વધુ દૂધ પી લે છે તો તે અન્ય વસ્તુ ખાવાની મનાઈ કરવા લાગે છે. જેનાથી ખાદ્ય પદાર્થોથી મળનાર પોષક તત્વ તેમને મળી શકતા નથી અને તેની ઉણપથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
4. દૂધમાં કેલ્શિયમ ખૂબ વધુ હોય છે પરંતુ જો વધુ કેલ્શિયમ શરીરમાં પહોંચી જાય તો હાડકાઓને નુકસાન પણ પહોંચી શકે છે.