Get The App

ભોજન પહેલા કે બાદમાં ક્યારે સલાડ ખાવુ શરીર માટે છે લાભદાયી, જાણો હકીકત

Updated: Sep 12th, 2023


Google NewsGoogle News
ભોજન પહેલા કે બાદમાં ક્યારે સલાડ ખાવુ શરીર માટે છે લાભદાયી, જાણો હકીકત 1 - image


                                                             Image Source: Freepik

અમદાવાદ, તા. 12 સપ્ટેમ્બર 2023 મંગળવાર

હેલ્ધી રહેવા માટે સલાડને ખાસકરીને ડાયટમાં સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. કેમ કે આમાં ઘણા પ્રકારની શાકભાજી, દાળ અને ફળોને સામેલ કરવામાં આવે છે, જે આપણા આરોગ્યને અલગ-અલગ રીતે ફાયદો પહોંચાડે છે, પરંતુ સલાડ ક્યારે ખાવુ, તેને લઈને લોકોમાં ખૂબ દુવિધા રહે છે. સમજમાં આવતુ નથી કે ભોજન પહેલા કે બાદમાં સલાડ ખાવુ જોઈએ. 

સલાડ ક્યારે ખાવુ જોઈએ

ઘણા પ્રકારના ફળ અને શાકભાજી મેળવીને બનાવવામાં આવેલુ સલાડ પાચનને મજબૂત રાખે છે. સલાડમાં ફાઈબરનું સારુ પ્રમાણ હોય છે. જેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે. આ કારણે આને ભોજન પહેલા ખાવુ ફાયદાકારક રહે છે, જેનાથી પેટ ભરાઈ છે અને તમે ઓવરઈટિંગથી બચી શકો છો. ભોજન ખાવાના અડધો કલાક પહેલા તમે સલાડ ખાઈ લો. આનાથી વજન કંટ્રોલ કરવી સરળ થઈ જશે. 

સલાડ ખાવાના ફાયદા

ઈમ્યુનિટી મજબૂત થાય છે

સલાડમાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ્સ શરીરને લાંબા સમય સુધી હેલ્ધી રાખવામાં મદદ કરે છે. સલાડ ખાવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. 

વજન ઘટાડવામાં મદદરૂપ છે

જો તમે દરરોજ સલાડનું સેવન કરો છો, તો આનાથી મેદસ્વીપણુ પણ ઝડપથી ઘટાડી શકાય છે. ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોવાના કારણે આને ખાવાથી ભૂખ કંટ્રોલમાં રહે છે. 

કબજિયાત દૂર થાય છે

સલાડમાં મોટા પ્રમાણમાં ફાઈબર હોય છે. જે કારણે આને ખાવાથી કબજિયાત, ગેસ, એસિડિટી જેવી ઘણી સમસ્યાઓ દૂર રહે છે અને પેટ પણ ભરેલુ રહે છે.

આંખો માટે પણ છે ફાયદાકારક

સલાડમાં ફળ અને શાકભાજીઓની હાજરીના કારણે ઘણા વિટામિન અને મિનરલ્સ બોડીને મળી જાય છે. સલાડમાં વિટામિન એ કેરોટીનોયડ, જેક્સેન્થિન અને લ્યૂટિન જેવા પોષક તત્વ હોય છે. જે આંખો માટે ફાયદાકારક હોય છે.


Google NewsGoogle News