શિયાળામાં દહીં ખાવાથી નુકસાન થાય છે કે નહીં? એક્સપર્ટે જાણો શું કહ્યું
Image Source: Freepik
અમદાવાદ, તા. 10 જાન્યુઆરી 2024 બુધવાર
શિયાળાના દિવસોમાં લોકો ખાણીપીણી અને પહેરવેશને સંપૂર્ણરીતે બદલી દે છે. આ દરમિયાન લોકો ઘણી વખત ઠંડી વસ્તુઓને ખાવાથી અચકાય છે. આ લિસ્ટમાં દહીં પણ સામેલ છે. શિયાળામાં દહીં ખાવાથી શરીરને ખૂબ નુકસાન થાય છે પરંતુ શું આ સત્ય છે?.
દહીં ખાવુ જોઈએ?
દહીં સારા બેક્ટેરિયા, વિટામિન, પ્રોટીન, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને પોટેશિયમથી ભરપૂર હોય છે. આ સાથે આ શ્રેષ્ઠ ઈમ્યુનિટી બૂસ્ટર પણ છે. દહીં ખાવાથી તમારુ આરોગ્ય સારુ રહે છે. જોકે જે લોકોને શ્વાસની સમસ્યા છે, તેમને સાંજે 5 વાગ્યા બાદ દહીં ખાવાથી બચવુ જોઈએ. જોકે જે લોકોને એલર્જી અને અસ્થમા છે તેમણે તેને ખાવાથી કફ બનવાની સમસ્યા થાય છે.
શરદી થઈ હોય તેમણે દહીં ખાવુ જોઈએ?
એક્સપર્ટ કહે છે કે દહીં વિટામિન સી થી ભરપૂર હોય છે. દરમિયાન શરદીથી પીડિત લોકો માટે આ ખૂબ સારુ માનવામાં આવે છે. જોકે, તેને ખાતી વખતે ધ્યાન રાખવુ જોઈએ કે આ રૂમના તાપમાન પર હોય. પ્રયત્ન કરો કે તમે ફ્રેશ દહીંને ખાવ અને શરદીમાં ફ્રિજમાં રાખેલા દહીંને ખાવાથી બચો.
દહીં ખાવાનું ટાળવુ જોઈએ?
આયુર્વેદ અનુસાર શિયાળા દરમિયાન દહીં ખાવાનું ટાળવુ જોઈએ કેમ કે આ તમારી ગ્રંથિઓમાંથી સ્ત્રાવને વધારે છે, જેનાથી કફ વધે છે. દરમિયાન આયુર્વેદ શિયાળા દરમિયાન અને ખાસ કરીને રાતના સમયે દહીંનું સેવન ટાળવાની સલાહ આપે છે.