શરીરમાં આ વિટામિનની ઉણપના કારણે યાદશક્તિ થઈ જાય છે કમજોર

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
શરીરમાં આ વિટામિનની ઉણપના કારણે યાદશક્તિ થઈ જાય છે કમજોર 1 - image


                                                             Image Source: Freepik

અમદાવાદ, તા. 20 ઓક્ટોબર 2023 શુક્રવાર

શરીર માટે વિટામિન્સ ખૂબ જરૂરી હોય છે. દરેક વિટામિનની પોતાની તાકાત હોય છે. આ કારણ છે કે ખાણીપીણીમાં લીલા પાંદડાવાળા શાકભાજી, મોસમી ફળોને સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. દરેક વિટામિનની જેમ Vitamin B1 પણ આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. ઘણા અભ્યાસમાં એ જાણવા મળ્યુ છે કે નસો-માંસપેશીઓ સિવાય હૃદયના આરોગ્યને તંદુરસ્ત રાખવા માટે વિટામિન બી1 મહત્વનો રોલ નિભાવે છે. વિટામિન બી1ને થાયમિન નામથી પણ ઓળખવામાં આવે છે. આ શરીરમાં ગ્લુકોઝના મેટાબોલિઝમ, તંત્રિકા અને માંસપેશીઓના કાર્યને સરળ બનાવવાનું કામ કરે છે. આ વિટામિનની ઉણપથી ઘણા પ્રકારની સમસ્યાઓ પેદા થઈ શકે છે. દરમિયાન અમુક ફૂડ્સનું સેવન વિટામિન બી1ની ઉણપને પૂરી કરી શકે છે.

વિટામિન બી1ની ઉણપ શા માટે જોખમી

વિટામિન બી1 પાણીમાં દ્રાવ્ય વિટામિન છે. આ વિટામિન કાર્બોહાઈડ્રેટને શક્તિમાં પરિવર્તિત કરીને શરીરને એક્ટિવ રાખે છે. વિટામિન બી1ની ઉણપથી બેરી બેરી નામની બીમારીનું જોખમ રહે છે. આ બીમારીમાં પેરિફેરલ નર્વસથી જોડાયેલા ડિસઓર્ડર હોઈ શકે છે. વિટામિન બી1ની ઉણપથી વજન ઘટવો અને એનોરેક્સિયા વધી શકે છે. તેની ઉણપથી યાદશક્તિ કમજોર થઈ શકે છે.

શું ખાવાથી વિટામિન B1 ની ઉણપ દૂર થશે

લીલા વટાણા

લીલા વટાણાને ભોજનમાં સામેલ કરીને વિટામિન બી1ની ઉણપને દૂર કરી શકાય છે. 100 ગ્રામ લીલા વટાણામાંથી 0.282 મિલીગ્રામ વિટામિન બી1 મળે છે. 

આ સિવાય આમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ અને સેલેનિયમ પણ ભરપૂર હોય છે. હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર લીલા વટાણા વિટામિન બી1ની ઉણપને પૂરી કરી શકે છે.

સૂરજમુખીના બીજ

સૂરજમુખીના બીજમાં પણ વિટામિન બી1 પૂરતા પ્રમાણમાં હોય છે. 100 ગ્રામ સૂરજમુખીના બીજમાંથી 0.106 મિલીગ્રામ વિટામિન બી1 મળે છે. આ બીજમાં વિટામિન બી2, બી3, બી6, સી, ઈ અને કે ની સાથે ઘણા જરૂરી પોષક તત્વ હોય છે, જે ગંભીર બીમારીઓના જોખમને ઘટાડવાનું કામ કરે છે. આ બીજના સેવનથી વિટામિન બી 1ની ઉણપ પૂરી થઈ શકે છે. 

આ ફૂડમાંથી પણ ભરપૂર પ્રમાણમાં વિટામિન બી1 મળે છે

આ સિવાય પ્રાકૃતિક રીતે અનાજમાં વિટામિન બી1 મળે છે. કઠોળ, દાળ અને દહીંને પણ વિટામિન બી1નો સ્ત્રોત માનવામાં આવે છે. આ ફૂડ્સને પોતાના આહારમાં સામેલ કરીને આ વિટામિનની ઉણપને પૂરી કરી શકાય છે અને ઘણી મુશ્કેલીઓથી બચી શકાય છે.


Google NewsGoogle News