સૂકી ઉધરસ અને આંખોમાં બળતરા; એલર્જીને હળવાશથી ન લેશો, જાણી લો બચવાનો ઉપાય

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
સૂકી ઉધરસ અને આંખોમાં બળતરા; એલર્જીને હળવાશથી ન લેશો, જાણી લો બચવાનો ઉપાય 1 - image


                                                          Image Source: Freepik

અમદાવાદ, તા. 03 નવેમ્બર 2023 શુક્રવાર

એક સ્ટડી અનુસાર દેશમાં 7માંથી 1 વ્યક્તિ જ ઘરની સફાઈ ગંભીરતાથી કરે છે. અન્ય 6 લોકો માત્ર તહેવાર અને દિવાળી પર સફાઈ કરે છે. આ જ હાલત ઓફિસમાં પણ છે. સ્ટડી સર્વે 2022 અનુસાર કોરોના મહામારી બાદ 61 ટકા લોકો ઘરની સફાઈને લઈને ગંભીર થયા છે પરંતુ વધારે સુધારો આવ્યો નથી. ઘર અને ઓફિસોમાં લાંબા સમયથી જમા ધૂળ કણ એલર્જીને ટ્રિગર જ કરતા નથી પરંતુ દમ અને શ્વાસ સંબંધિત સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. વાયરલ ફીવરના લગભગ 20 ટકા દર્દીઓને એલર્જિક અસ્થમાની ફરિયાદ થાય છે. જેમાં સામાન્ય રાઈનાઈટિસથી લઈને એનાફિલેક્લિસસ સામેલ છે.

એલર્જીના સંપર્કમાં આવતા જ નિમ્ન લક્ષણ જોવા મળી શકે છે

- છીંકવુ

- નાક વહેવુ કે બંધ થઈ જવુ

- આંખો લાલ થવી, ખંજવાળ આવવી

- આંખોમાંથી આંસૂ નીકળવા

- શ્વાસ લેતી વખતે અવાજ આવવો

- સતત ખાંસી આવવી

- છાતીમાં ચુસ્તતા

- શ્વાસ ફૂલવો

- ખંજવાળ આવવી

એલર્જી શું હોય છે

એલર્જી એક મેડીકલ સ્થિતિ છે, જેમાં કોઈ ખાસ વસ્તુના ખાવા કે સંપર્કમાં આવવાથી તમે બીમાર પડી શકો છો. એલર્જી ત્યારે થાય છે જ્યારે રોગ પ્રતિકારક તંત્ર એ માની લે છે કે ખાવામાં કે સંપર્કમાં આવેલી વસ્તુ શરીર માટે હાનિકારક છે. ત્યારે શરીરની સુરક્ષા માટે રોગ પ્રતિકારક તંત્ર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. એન્ટીબોડી મોસ્ટ સેલને ટ્રિગર કરે છે કે તે રક્તમાં રસાયણોનો સ્ત્રાવ કરે. આ રસાયણોમાં એક છે હિસ્ટામિન. આ આંખ, નાક, ગળુ, ફેફસા, ત્વચા કે પાચન માર્ગ પર કાર્ય કરે છે. જ્યારે શરીર કોઈ એલર્જન વિરુદ્ધ એન્ટીબોડી બનાવી લે છે. તો આ એન્ટીબોડી સરળતાથી તે એલર્જીને ઓળખી લે છે. જેમ કે આપણે એલર્જનના સંપર્કમાં આવીએ છીએ તો શરીર તાત્કાલિક લોહીમાં હિસ્ટામિન જારી કરી દે છે અને એલર્જીના લક્ષણ જોવા મળે છે. રિસર્ચ અનુસાર 8-10 ટકા લોકોને એક કે વધુ પ્રકારની એલર્જી છે.

ડસ્ટ એલર્જી

ડસ્ટ એટલે કે ધૂળ શ્વાસ સંબંધિત સમસ્યાઓનું એક મુખ્ય કારણ છે. તેથી પેઈન્ટ કરાવો કે કોઈ ધૂળ ભરેલા માર્ગ પરથી પસાર થાવ, ધૂળને શ્વાસની સાથે અંદર જવાથી રોકો. તેની ફેફસા સહિત સમગ્ર શ્વસન તંત્ર પર પ્રભાવ પડે છે. ફૂગ સાફ કરનાર કેમિકલ્સ/ક્લીનરમાં પણ કોરોસિવ નામના રસાયણ હોય છે જે આંખ, નાક અને ગળાને અસર કરી શકે છે. તેના ઉપયોગ બાદ ઉત્સર્જિત થનારી ક્લોરીન ગેસ ફેફસાને નુકસાન પહોંચાડે છે. જેમને ડસ્ટ એલર્જી છે તેઓ જ્યારે આ ધૂળના કણો એટલે કે ડસ્ટના સંપર્કમાં આવે છે તો આ કણોના શરીરમાં પહોંચતા જ લક્ષણ જોવા મળે છે. ડસ્ટમાં માત્ર ધૂળ, માટી જ હોતી નથી. ઘણા પ્રકારના બારીક કણો સિવાય અતિ સૂક્ષ્મ જીવ પણ હોય છે, જે દેખાતા નથી. ડસ્ટ માઈટ્સ, ફૂગ, પરાગ કણ અને પાલતૂ પશુના વાળ, ફર, મૃત ત્વચા પણ ધૂળમાં હાજર હોય છે. દમના દર્દીઓ માટે આ લક્ષણ વધુ ગંભીર હોઈ શકે છે.

એલર્જિક અસ્થમા

જે પદાર્થ અસ્થમા માટે ટ્રિગરનું કામ કરે છે, તે એલર્જી પણ કરે છે. જ્યારે એલર્જી વાળી વસ્તુઓના સંપર્કમાં આવવા પર અસ્થમા એટેક થાય છે તો તેને એલર્જિક અસ્થમા કહે છે. ઘણા પદાર્થ જેમ કે પરાગકણ, ધૂળ, પશુઓની મૃત ત્વચા અમુક સામાન્ય ટ્રિગર છે. પારિવારિક ઈતિહાસ એલર્જિક અસ્થમા માટે સૌથી મોટુ રિસ્ક ફેક્ટર છે. આ સિવાય જો તમને અસ્થમા નથી અને માત્ર એલર્જી છે તો પણ અસ્થમાનું જોખમ 40 ટકા સુધી વધી જાય છે. આ જ કારણ છે કે પોતાની એલર્જીને શરૂઆતમાં જ કાબૂમાં કરવી જરૂરી છે.

સાફ-સફાઈની રીત બદલવી પડશે

- નિયમિત સાફ-સફાઈ પર ધ્યાન આપો. લાંબા સમય સુધી ક્યાંય પણ ગંદકી ન છોડો.

- જ્યારે આપણે કચરો વાળીએ છીએ તો ધૂળના કણ જમીનથી ઉડીને દિવાલો, બેડ, ફર્નીચર પર જમા થઈ જાય છે. દરમિયાન ખૂબ કચરો હોય ત્યારે જ સાવરણીનો ઉપયોગ કરો. નહીંતર માત્ર પોતુ મારો. 

- વેક્યૂમ ક્લીનરથી સફાઈ શ્રેષ્ઠ વિકલ્પ છે. અઠવાડિયામાં એક વખત દિવાલો, દરવાજા, બારીઓ અને ફર્નીચરને સાફ કરો.

- ચાદર અને તકિયાને એક અઠવાડિયામાં બદલી દો. 

- કાર્પેટ પણ સમયાંતરે સાફ કરતા રહો. આ ધૂળના કણ જમા થવાની જગ્યા છે.

- બહારથી જૂતા-ચપ્પલ ઘરની અંદર ન લાવો અથવા સારી રીતે સાફ કરો.

આ વસ્તુઓ ઈમ્યૂનિટી વધારે છે

એલર્જીના પ્રભાવને ઘટાડવામાં ખાણી-પીણીમાં સુધારો પણ જરૂરી છે. ગ્રીન ટી, હળદર, મધ, ઈલાયચી, સૂકા મેવા, ટામેટા, આદુ, લસણ, ડુંગળી દહીં અને ચિકન અને માછલી વગેરે ખાવ. ધૂમ્રપાનનું સેવન ઓછુ કરો, આ ઈમ્યૂનિટીને કમજોર બનાવે છે.

ઉપચાર

બચાવનો સૌથી સારો ઉપાય એ છે કે તમે એલર્જનથી બચો. પહેલા કોઈ પણ ઉપચાર પદ્ધતિમાં એલર્જીનો સ્થાયી ઉપચાર નહોતો. પરંતુ હવે એલોપેથીમાં ઉપચાર ઉપલબ્ધ છે, જેનાથી એલર્જીને જડમૂળથી દૂર કરી શકાય છે. એમાં એલર્જીની ઓળખ કરવા માટે બ્લડ ટેસ્ટ અને સ્કિન ટેસ્ટ કરવામાં આવે છે. તેનાથી જાણ થાય છે કે દર્દીને કયા પદાર્થની એલર્જી છે, તે પદાર્થને પ્યૂરિફાય કરીને દર્દીને સતત આપવામાં આવે છે. ધીમે-ધીમે શરીરની તે પદાર્થથી ઈમ્યૂનિટી વધી જાય છે. તેને એલર્જન ઈમ્યુનોથેરાપી કહેવાય છે. તેનાથી એલર્જિક અસ્થમા ઠીક કરાય છે. નિયમિત ઊંડા શ્વાસ લેવાનો અને છોડવાનો અભ્યાસ કરો. પ્રાણાયામ, કપાલભાતિ કરો. 


Google NewsGoogle News