વજન ઘટાડવા માટે દરરોજ પીવો છો લીંબુ પાણી? તો થઈ શકે છે આ સમસ્યા
Image Source: Freepik
અમદાવાદ, તા. 22 નવેમ્બર 2023 બુધવાર
લીંબુમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે તેથી મોટાભાગના લોકો લીંબુ પાણી પીવે છે પરંતુ ઘણા રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે વધુ લીંબુ પાણી પીવાથી છાતીમાં બળતરા થઈ શકે છે કેમ કે તેમાં પેપ્સિન નામનું એન્જાઈમ હોય છે જે પ્રોટીનને તોડવાનું કામ કરે છે. આ પેપ્સિન એન્જાઈમ અલ્સર માટે યોગ્ય હોતુ નથી. લીંબુ પાણી આરોગ્ય માટે ખૂબ લાભદાયી હોય છે. ઉનાળાની સીઝનમાં ગરમીમાંથી રાહત મેળવવા માટે લોકો લીંબુ પાણી ખૂબ પીવે છે. તેનાથી શરીર હાઈડ્રેટેડ રહે છે. તેનાથી વજન પણ કંટ્રોલમાં રહે છે અને પાચન સંબંધી સમસ્યાઓને પણ ઠીક કરવામાં મદદ મળે છે પરંતુ શું તમે જાણો છો કે લીંબુ પાણી પીવાથી તમને નુકસાન પણ થઈ શકે છે. જો તમે વજન ઘટાડવા માટે આડેધડ લીંબુ પાણી પી રહ્યા હોવ તો તમારે તેની સાઈડ ઈફેક્ટ પણ જાણી લેવી જોઈએ.
લીંબુ પાણી પીવાથી શરીર પર આ સાઈડ ઈફેક્ટ થાય છે
લીંબુ પાણી વધુ પીવાથી છાતીમાં બળતરા થઈ શકે છે કેમ કે આ પ્રોટીનને તોડનાર એન્જાઈમ પેપ્સિનને એક્ટિવ કરે છે. તેના વધુ પડતા સેવનથી પેપ્ટિક અલ્સરની સ્થિતિ વધુ જોખમી થઈ શકે છે.
લીંબુ પાણી પીવાથી પણ ડિહાઈડ્રેશન થઈ શકે છે. જ્યારે તમે લીંબુ પાણી પીવો છો તો આ યૂરિન દ્વારા શરીરને ડિટોક્સ કરે છે. આ પ્રક્રિયામાં ઘણા ઈલેક્ટ્રોલાઈટ્સ અને સોડિયમ જેવા તત્વ પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે અને તમને ડિહાઈડ્રેશનની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. લીંબુ પાણીના વધુ પડતા સેવનથી પણ પોટેશિયમની ઉણપ થઈ શકે છે.
વિટામિન સી નું વધુ પ્રમાણ લોહીમાં આયર્નના સ્તરને વધારી શકે છે અને આ જોખમી સાબિત થઈ શકે છે. તમારા આંતરિક અંગને નુકસાન થઈ શકે છે.
લીંબુમાં સાઈટ્રિક એસિડ હોય છે, આ સિવાય તેમાં ઓક્સાલેટ પણ પૂરતા પ્રમાણમાં હોય છે. વધુ પ્રમાણમાં તેનુ સેવન કરવાથી આ શરીરમાં ક્રિસ્ટલના રૂપમાં જમા થવા લાગે છે. જેનાથી કિડનીમાં પથરી થવાનું જોખમ વધી શકે છે.
વધુ લીંબુ પાણી પીવાથી હાડકા કમજોર થઈ શકે છે. લીંબુમાં એસિડ હોય છે, જેના કારણે હાડકાઓ પર તેની ખરાબ અસર પડે છે.
લીંબુ પાણીના વધુ સેવનથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે. લીંબુમાં વધુ પ્રમાણમાં એસિડ હોય છે. તેના સેવનથી શરીરમાં એસિડનું પ્રમાણ વધી શકે છે.
જો તમને ટોન્સિલની સમસ્યા છે તો લીંબુ પાણીનું સેવન ન કરો કેમ કે આવુ કરવુ હાનિકારક હોઈ શકે છે. રિસર્ચ અનુસાર જો લીંબુ પાણીનું સેવન વધુ પ્રમાણમાં કરવામાં આવે તો તેનાથી ગળામાં ખારાશ થઈ શકે છે.