દિવાળીના તહેવારમાં પાચનતંત્રને મજબૂત રાખવા માટે પીવો આ 4 પીણા
Image Source: Freepik
અમદાવાદ, તા. 13 નવેમ્બર 2023 સોમવાર
અત્યારે સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. ધનતેરસના દિવસથી લઈને ભાઈબીજ સુધી આ તહેવારને મનાવવામાં આવે છે. જેના કારણે ઘરની બનેલી મિઠાઈથી લઈને બહારની મિઠાઈઓના ઢગલા થઈ જાય છે. દરમિયાન સતત ખાવાથી પેટનું પાચન બગડી જાય છે. જેના કારણે ઘણી વખત લોકો એસિડિટી અને અપચાના શિકાર થઈ જાય છે. દરમિયાન તમે આ ડ્રિન્ક્સનું સેવન કરી શકો છો. આ ડ્રિન્ક્સ એસિડિટીમાં ખૂબ ફાયદાકારક હોય છે.
વરિયાળીનું પાણી
વરિયાળીનો ઉપયોગ ઘણી વખત ભોજન બાદ શ્વાસની દુર્ગંધને દૂર કરવા માટે કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે વરિયાળીનું પાણી પીવાથી પેટનો દુખાવો, સોજો, ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓમાં તાત્કાલિક આરામ મળે છે. વરિયાળીમાં એન્ટીઓક્સિડેન્ટ, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. જેના કારણે પાચનતંત્ર મજબૂત રાખવામાં મદદ મળે છે. વરિયાળીના પાણીથી ગેસની તકલીફમાં તાત્કાલિક આરામ મળે છે. આ ડ્રિન્કનું સેવન લંચ અને ડિનરના 30 મિનિટ બાદ કરવુ જોઈએ.
ફૂદીનાની ચા
ફૂદીનાની ચા આપણી બોડીને ડિટોક્સ કરે છે. તેને બનાવવા માટે એક પેનમાં એક ગ્લાસ પાણી લઈ લો અને તેને ઉકાળી દો. જે બાદ તેમાં 12થી 15 ફૂદીનાના પાન અને બે, ત્રણ કાળા મરીને સારી રીતે ઉકાળી દો. જ્યારે આ સામાન્ય ઠંડુ થઈ જાય તો ગાળી લો પછી પીવો. તેનાથી તમારુ પાચન યોગ્ય થશે અને શરીર ડિટોક્સ થશે. ફૂદીનાની ચા પીવાથી આપણુ મેટાબોલિઝમ સારુ થઈ જાય છે અને એસિડિટીની તકલીફ પણ દૂર થઈ જાય છે. ફૂદીનાની ચા પીવાથી શ્વાસની દુર્ગંધ દૂર થઈ જાય છે. તેને રાત્રે સૂતા પહેલા પીવો.
તુલસીની ચા
તુલસીની ચા નેચરલ ડિટોક્સ તરીકે કામ કરે છે. જેમાં નેચરલ કેમિકલ હોય છે જે મેટાબોલિઝમને બૂસ્ટ કરવાનું કામ કરે છે અને પાચનને પણ સુધારે છે. આને બનાવવા માટે 1 ગ્લાસ પાણીને ઉકાળી લો. જેમાં 10થી 12 ફુદીનાના પાનને નાખો અને સારી રીતે ઉકાળી લો. જ્યારે આ સામાન્ય ઠંડુ થઈ જાય એટલે તેને ગાળી લો. તમે આમાં ટેસ્ટ માટે ઘીના અમુક ટીપા નાખી શકો છો.
જીરૂનું પાણી
જીરૂનું પાણી પીવાથી અપચાની તકલીફ દૂર થાય છે. આ તમારા મેટાબોલિઝમને વધારે છે અને એસિડિટીની તકલીફ પણ દૂર થઈ જાય છે. ફૂદીનાની ચા પીવાથી શ્વાસની દુર્ગંધ દૂર થઈ જાય છે. તેને રાત્રે સૂતા પહેલા પીવો.