તમારું બાળક પણ ફોનનો કરે છે ઉપયોગ? તો ચેતી જાઓ, થઈ શકે છે હૃદય સંબંધિત બીમારી

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
તમારું બાળક પણ ફોનનો કરે છે ઉપયોગ? તો ચેતી જાઓ, થઈ શકે છે હૃદય સંબંધિત બીમારી 1 - image


                                                               Image Source: Freepik

અમદાવાદ, તા. 25 ઓક્ટોબર 2023 બુધવાર

આજકાલ મોર્ડન લાઈફસ્ટાઈલની વચ્ચે સૌથી વધુ તકલીફ બાળકોને ભોગવવી પડે છે. એક વર્ષનું બાળક પણ ફોન, ટેબ અને ટીવી વિના ભોજન જમતા નથી. આ રીતે આજકાલ બાળકોની વચ્ચે ફોનનો ઉપયોગ ખૂબ વધુ થઈ રહ્યો છે. બાળકો કોઈને કોઈ કારણસર ખૂબ વધુ ફોનનો ઉપયોગ કરે છે. ફોન અને ટેબનો ખૂબ વધુ ઉપયોગ કરે છે. રિસર્ચ અનુસાર વધુ સ્ક્રીન ટાઈમના કારણે બાળકોના ન્યૂરોલોજિકલ ડેવલપમેન્ટ અને સોશિયલ ડેવલપમેન્ટ પર ખૂબ ખરાબ અસર થાય છે. તેનાથી બાળકોને ન્યૂરોલોજિકલ ડિસઓર્ડરનું પણ જોખમ રહે છે. 

આ કારણે બાળકોને રહે છે સ્ટ્રોકનું જોખમ

રિસર્ચ અનુસાર જે બાળકો વધુ ફોનનો ઉપયોગ કરે છે. તેમને યુવાન વયે જ હૃદય સંબંધિત બીમારીનું જોખમ વધે છે. એવુ એટલા માટે થાય કેમ કે તેઓ ફોન જોવાના ચક્કરમાં એટલા ફિઝિકલી એક્ટિવ રહેતા નથી. જેટલા તેમણે રહેવુ જોઈએ. જે બાળકો ઓછા એક્ટિવ રહે છે તેમને ઘણી વખત હાર્ટ અને સ્ટ્રોકનું જોખમ ખૂબ વધી જાય છે. વજન અને પ્રેશર કંટ્રોલમાં પણ રહે પરંતુ હાર્ટ સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. આ રિસર્ચ 1990 અને 1991માં જન્મેલા 14,500 બાળકો પર આ રિસર્ચ કરવામાં આવ્યુ છે. 

વધુ સ્ક્રીન ટાઈમના કારણે બાળકોને થઈ જશે હૃદય સંબંધિત બીમારી

રિસર્ચ અનુસાર જે બાળકો વધુ ફોન અને ટેબ જોવે છે જેના કારણે તેમની ફિઝિકલી એક્ટિવિટી ઓછી હોય છે. વધુ સમય ફોન પર વિતાવે છે જેના કારણે તેમને ગંભીર ઈકોકાર્ડિયોગ્રાફી બીમારી થાય છે. તેથી ફિઝિકલી ઈનએક્ટિવ થાય છે.

આ બીમારીઓનું જોખમ વધી જાય છે

જે બાળકો ફિઝિકલી એક્ટિવ રહેતા નથી. તેમને ઘણી નાની ઉંમરે મેદસ્વીપણુ અને ટાઈપ-2 ડાયાબિટીસ થઈ જાય છે. આવા બાળકોમાં મેદસ્વીપણુ અને ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. આવા બાળકોમાં ન્યૂરોડીજેનેરેટિવની બીમારી અને હૃદય સંબંધિત બીમારીનું જોખમ વધે છે. આજકાલના બાળકો ફોનના કારણે સમાજથી દૂર થતા જાય છે.

બાળકોનો સ્ક્રીન ટાઈમ કેવી રીતે ઘટાડવો

આજકાલ માતા-પિતા બંને નોકરીમાં હોય છે દરમિયાન તે બાળકોને પોતાનો વધુ સમય આપતા નથી. પેરેન્ટ્સને વધુથી વધુ સમય પોતાના બાળકોને આપવો જોઈએ. 

વાતચીત કરો અને તેમની સાથે રમો. 

બાળકોને ઘરથી બહાર લઈ જાવ જેમ કે પાર્ક કે કોઈ ગેમ રમો.

ઘરમાં બાળકોની સાથે ક્રિએટિવ ક્રાફ્ટ, ડ્રોઈંગ કે બીજી એક્ટિવિટીમાં સામેલ કરો.

રજાના દિવસે બાળકોને તેમના કાર્ય જેમ કે બેગ, બૂટ અને બીજી વસ્તુઓ સાફ કરવો શીખવાડો. 

બાળકોને તેમની મનપસંદ એક્ટિવિટી જેમ કે ડાન્સ, સિંગિંગ, સ્કેટિંગ કે જૂડો શીખવાડો.


Google NewsGoogle News