Get The App

શું ડુંગળીથી યુરિક એસિડ ઘટવા લાગે છે? જાણો તેને ખાવાની યોગ્ય રીત

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
શું ડુંગળીથી યુરિક એસિડ ઘટવા લાગે છે? જાણો તેને ખાવાની યોગ્ય રીત 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 24 ફેબ્રુઆરી 2024 શનિવાર

શરીરમાં યુરિક એસિડનું વધવુ સંધિવાની સમસ્યા આપી શકે છે. આ પથરીના રૂપમાં હાડકાઓની વચ્ચે જમા થઈ જાય છે અને એક ગેપ પેદા કરવા લાગે છે. તેનાથી સાંધામાં સોજાની સમસ્યા થાય છે અને દુખાવો ગંભીર થઈ જાય છે પરંતુ એ જાણવુ જરૂરી છે કે યુરિક એસિડ કેવી રીતે વધે છે. જ્યારે તમે પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ ખાવ છો તો તેનાથી વેસ્ટ પ્રોડક્ટ તરીકે પ્યૂરિન નીકળે છે જે હાડકાઓની વચ્ચે જમા થઈ જાય છે અને પછી ગેપ પેદા કરે છે. પછી આ સોજાનું કારણ બને છે જેનાથી સાંધામાં દુખાવો થવા લાગે છે. 

શું ડુંગળીથી યુરિક એસિડ ઘટે છે

ડુંગળી એક ઓછા પ્યૂરિનવાળુ ફૂડ છે. આ યુરિક એસિડના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે. ડુંગળી સંધિવાના સોજાને રોકવામાં મદદ કરી શકે છે. ડુંગળીમાં જોવા મળતા ક્વેરસેટિન નામનું ફ્લેવોનોઈડના કારણે થાય છે. જે સોજાને ટ્રિગર કરવાથી રોકે છે. આ લિવર અને કિડની માટે પણ લાભદાયી છે અને પ્યૂરિન પચાવવાની ગતિને ઝડપી કરી શકે છે. તેથી તમે હાઈ યુરિક એસિડમાં તેને ખાઈ શકો છો.

યુરિક એસિડમાં ડુંગળી ખાવાની યોગ્ય રીત

હાઈ યુરિક એસિડમાં તમે ઘણા પ્રકારે ડુંગળી ખાઈ શકો છો પરંતુ ધ્યાન રાખો કે તમારે આને એક્ટિવ રીતે જ લેવાનું છે. તેને રાંધીને ખાવાની નથી. કાચી ડુંગળી પણ ખાઈ જાવ. તમે તેને સલાડ તરીકે પણ ખાઈ શકો છો. તમે ડુંગળીનો જ્યૂસ પીવો. આ પ્યૂરિન પચાવવામાં મદદરૂપ છે. આ તમામ વાતોનો ખ્યાલ રાખીને તમે હાઈ યુરિક એસિડમાં ડુંગળી ખાઈ શકો છો. આ સિવાય ડુંગળી સંધિવા અને ઓસ્ટીયોપોરોસીસના દર્દીઓ માટે લાભદાયી છે. ડુંગળીને રાંધીને ન ખાવ. તેને કાચી કે બાફીને ખાવ. તેનાથી શરીરને તમામ ફાયદા મળશે.


Google NewsGoogle News