શું ઠંડુ પાણી પીવાથી વજન વધે છે? જાણો હકીકત
Image Source: Freepik
અમદાવાદ, તા. 08 જાન્યુઆરી 2024 સોમવાર
ઠંડુ પાણી પીવાને લઈને એક માન્યતા છે કે તેનાથી વજન વધી શકે છે. ઘણા લોકોનું માનવુ છે કે જ્યારે આપણે ઠંડુ પાણી પીએ છીએ તો આપણુ શરીર ગરમ રાખવા માટે વધુ કેલેરી બર્ન થાય છે જેનાથી વજન વધી શકે છે પરંતુ શું આ સત્ય છે. શું હકીકતમાં ઠંડુ પાણી પીવુ વજન વધવાનું કારણ બની શકે છે. આ વિશે વિજ્ઞાન શું કહે છે.
જાણો કેટલુ પાણી પીવુ જોઈએ
પાણી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવુ આપણા આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. 19 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના પુરુષોએ દરરોજ 3.7 લીટર પાણી પીવુ જોઈએ. 19 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની મહિલાઓએ દરરોજ 2.7 લિટર પાણી પીવુ જોઈએ. ગર્ભવતી અને સ્તનપાન કરાવનાર મહિલાઓએ તેનાથી વધુ પાણીની જરૂર હોય છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી આપણે ફ્રેશ અને ઉર્જાવાન અનુભવીએ છીએ. આ આપણી ત્વચા માટે પણ લાભદાયી હોય છે. તેથી દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી જરૂર પીવો.
જાણો સાયન્સ શું કહે છે
ઠંડા પાણી વિશે એક સામાન્ય માન્યતા છે કે તેનાથી વજન વધી શકે છે પરંતુ ઠંડા પાણીથી વજન વધવાનો કોઈ સંબંધ નથી. હકીકતમાં પાણીમાં કોઈ કેલેરી હોતી નથી તેથી આ વજન વધારી જ શકતુ નથી. ઠંડુ પાણી અન્ય નુકસાન હોઈ શકે છે.
ઠંડા પાણીથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે જેમ કે ગેસ, કબજિયાત વગેરે.
ગળામાં ખારાશ કે સોજો આવી શકે છે.
માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે.
દાંતમાં દુખાવો કે સંવેદનશીલતા વધી શકે છે.
આ બધુ જોખમ માત્ર ત્યારે છે જ્યારે તમે ખૂબ વધુ પ્રમાણમાં વધુ ઠંડુ પાણી પીવો.
સામાન્ય ઠંડુ પાણી કે રૂમ ટેમ્પરેચરનું પાણી પીવાથી કોઈ નુકસાન થતુ નથી.
જ્યારે આપણે ખૂબ વધુ ઠંડી વસ્તુઓ ખાઈએ કે પીએ છીએ ત્યારે આપણુ શરીર પોતાનુ આંતરિક તાપમાન જાળવી રાખવા માટે વધુ ઉર્જા ખર્ચ કરે છે.