ઠંડી લાગવાથી પેટમાં દુખાવો થાય છે? જાણો કારણ અને તેના લક્ષણ

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
ઠંડી લાગવાથી પેટમાં દુખાવો થાય છે? જાણો કારણ અને તેના લક્ષણ 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 22 ડિસેમ્બર 2023 શુક્રવાર

શિયાળામાં તાપમાન વધવાની સાથે પેટ સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે. આ ઠંડી લાગવાના કારણે થાય છે જેમાં તાપમાનનું ઘટવુ પેટની પ્રવૃતિઓને અસર કરવા લાગે છે અને ડાઈઝેશનને સ્લો કરી દે છે. તેનાથી પેટની સાથે આંતરડાની ગતિવિધિઓ પણ ધીમી પડી જાય છે અને પાચન સંબંધી સમસ્યાઓ થવા લાગે છે. સાથે જ ઘણીવખત ઠંડી લાગવી બેક્ટેરિયલ અને વાયરલ બીમારીઓનું કારણ બનવા લાગે છે. જેના કારણે ફૂડ પોઈઝનિંગ અને ગેસ્ટ્રોએન્ટેરાઈટિસની બીમારી થવા લાગે છે. તેનાથી શરીરમાં ઘણા પ્રકારના લક્ષણ નજર આવે છે. 

પેટમાં ઠંડી લાગવાના લક્ષણ

- સૌથી પહેલા પેટમાં અકળામણની સાથે ઝડપી દુખાવો થાય છે.

- પેટ ખરાબ રહે છે અને જાડાની સમસ્યા રહે છે.

- ઉલટી થાય છે અને વધુ થવા પર આ ડિહાઈડ્રેશનનું કારણ પણ બની શકે છે.

- પાચનક્રિયા પ્રભાવિત થઈ શકે છે અને પેટમાં લાંબા સમય સુધી દુખાવો અનુભવી શકાય છે.

- માંસપેશીઓમાં દુખાવો

- ઉબકા

- ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે.

- અસંતુલિત બ્લડ શુગર જેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

- માથાનો દુખાવો અને તાવ પણ આવી શકે છે.

પેટમાં ઠંડી લાગવાના ઉપાય

1. હીંગનું પાણી પીવો

હીંગનું પાણી એન્ટી ઈન્ફ્લેમેટરી છે અને પેટના દુખાવાને ઘટાડવામાં મદદ કરી શકે છે. આ પેટમાં ખેંચાણ અને દુખાવાને ઘટાડે છે અને ડાઈઝેશનને યોગ્ય કરે છે. આ સિવાય શિયાળામાં ઠંડી લાગવાની સ્થિતિમાં પણ આનું પાણી પીવુ આરોગ્ય માટે ફાયદાકારક છે.

2. પેટને શેક કરો

પેટમાં ઠંડી લાગે ત્યારે શેક કરવાથી આરામ મળે છે. આ પેટનો દુખાવો અને ખેંચાણની સમસ્યાને ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ આ ઠંડી લાગવાના લક્ષણોને પણ ઘટાડવામાં મદદરૂપ છે.

3. તુલસી, અજમો અને મધનું સેવન કરો

તુલસી, અજમો અને મધના સેવનથી પેટમાં ઠંડી લાગવાની સમસ્યાને ઘટાડવામાં મદદ મળે છે. આ ઉબકા અને ઉલટી જેવા લક્ષણોને ઘટાડવામાં મદદરૂપ છે. 


Google NewsGoogle News