સવારે ઉઠતા જ તણાવ-ડર અનુભવો છો? સમસ્યાને હળવાશથી ન લેશો, જાણો શું હોય શકે છે કારણ
Image Source: Freepik
અમદાવાદ, તા. 22 નવેમ્બર 2023 બુધવાર
એંગ્જાયટી એટલે કે ગભરામણ જેની આપણા મગજ અને શરીર બંને પર ખરાબ અસર પડે છે. અમુક લોકોને સવારે ઉઠતા જ તણાવ, ચિડીયાપણુ, ગુસ્સો, નિરાશા, થાક અને કમજોરી અનુભવાય છે. આ તમામ એંગ્જાયટીના લક્ષણ છે. 2020માં WHO દ્વારા જણાવવામાં આવેલા આંકડા અનુસાર ભારતના 18થી 24 વર્ષની વચ્ચેના લગભગ 9.3 ટકા યુવાન કોરોના મહામારીની શરૂઆતના દિવસમાં એંગ્જાયટી અને ડિપ્રેશનનો શિકાર રહ્યા. આ સંખ્યા માર્ચ 2020 સુધી વધીને 16.8 ટકા થઈ ગઈ હતી.
રિપોર્ટ અનુસાર પુરુષો, વરિષ્ઠ નાગરિકોની તુલનામાં મહિલાઓ અને યુવાનો એંગ્જાયટી કે ડિપ્રેશનથી વધુ પ્રભાવિત છે. એંગ્જાયટીના આ લક્ષણ આપણા આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. દરમિયાન તમારે તેનાથી છુટકારો મેળવવા માટે સૌથી પહેલા એ જાણવુ જરૂરી છે કે આખરે સવારે ઉઠતા જ કેમ એંગ્જાયટી અનુભવાય છે.
એંગ્જાયટી ડિસઓર્ડર
સવારે ઉઠતા જ એંગ્જાયટી અનુભવવી જનરલ એંગ્જાયટી ડિસઓર્ડર હોઈ શકે છે. જે લોકો આનાથી ગ્રસ્ત હોય છે તે લોકો 6 મહિના કે તેથી વધુ સમય સુધી એંગ્જાયટી અને ડરનો અનુભવ કરી રહ્યા હોય છે.
બાયોલોજિકલ ડિસઓર્ડર
કોર્ટિસોલ જેને તણાવ હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે તે આપણા શરીરમાં સવારના સમયે લગભગ એક કલાક માટે વધુ એક્ટિવ હોય છે. કોર્ટિસોલ અવેકિંગ રિસ્પોન્સ એક એવી સ્થિતિ છે જે તે લોકોમાં વધુ જોવા મળે છે જે લોકો હંમેશા જ એંગ્જાયટીનો અનુભવ કરે છે.
અપૂરતી ઊંઘ
જ્યારે આપણે સૂઈ જઈએ છીએ તો આપણા શરીરને આરામ મળે છે. રાત્રે 7થી 8 કલાકની ઊંઘ પૂરી ન કરવી, યોગ્ય સમયે ન સૂવુ અને ન ઉઠવુ પણ તેનું કારણ હોઈ શકે છે. અમુક સ્ટડીમાં સામે આવ્યુ છે કે જો તમે હંમેશા રાત્રે પૂરતી ઊંઘ ન લો તો આ પણ સવારે ઉઠવા પર એંગ્જાયટી થવાનું એક કારણ બની શકે છે.
શારીરિક સ્વાસ્થ્ય સમસ્યા
જો વ્યક્તિ પહેલેથી જ કોઈ બીમારીથી પીડિત છે તો એવામાં વ્યક્તિને સવારે ઉઠ્યા બાદ એંગ્જાયટી અનુભવાઈ શકે છે.
તણાવ થવો
જીવનમાં ઘણા એવા પરિવર્તન થાય છે જે વ્યક્તિ માટે ચિંતાનું એક મોટુ કારણ બની શકે છે. ઘરમાં કોઈ પ્રકારનો તણાવ, નોકરીમાં પરિવર્તન કે પછી કોઈ પ્રકારનો ડર તેના કારણે પણ આવી સમસ્યા થઈ શકે છે. આ સિવાય એંગ્જાયટી પાછળ એક કારણ જેનેટિક પણ હોઈ શકે છે. એક સ્ટડીમાં જાણવામાં મળ્યુ છે કે જનરલ એંગ્જાયટી ડિસઓર્ડર અને એંગ્જાયટીની સ્થિતિ અલગ-અલગ જીનો સાથે જોડાયેલી હોય છે. તેથી આ જેનેટિક પણ હોઈ શકે છે.
એંગ્જાયટીથી રાહત મેળવવાની રીત
કેફીન અને નિકોટીનનું સેવન ઓછુ કરો
હેલ્થ ડાયટ લો
શ્રેષ્ઠ ગુણવત્તાવાળી ઊંઘ લો
તણાવને મેનેજ કરો આ માટે તમે સ્ટ્રેસ મેનેજમેન્ટ ટેક્નિક પણ અપનાવી શકો છો
શક્ય હોય તેટલુ નકારાત્મક વિચારોથી દૂર રહેવાનો પ્રયત્ન કરો
એક્સરસાઈઝ કરો
એક હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવો