Daily Exercises: દરરોજ કરો આ 5 સરળ એક્સરસાઈઝ, રહેશો ફિટ એન્ડ ફાઈન

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
Daily Exercises: દરરોજ કરો આ 5 સરળ એક્સરસાઈઝ, રહેશો ફિટ એન્ડ ફાઈન 1 - image


                                                                Image Source: Freepik

અમદાવાદ, તા. 11 ઓક્ટોબર 2023 બુધવાર

સ્વસ્થ રહેવુ એક લાંબો પ્રોજેક્ટ છે જેના હેઠળ તમારે દરરોજ થોડુ-થોડુ કામ કરવુ જરૂરી છે. આ પ્રોજેક્ટનો એક જરૂરી ભાગ છે દરરોજ એક્સરસાઈઝ કરવી. એક્સરસાઈઝ બ્લડ સર્ક્યુલેશનને ઝડપી કરવાની સાથે હૃદય અને ફેફસાને મજબૂતી આપે છે. આ સિવાય આ તમારી બ્રેઈન અને મેન્ટલ હેલ્થ માટે કામ કરે છે. સાથે જ જ્યારે તમે દરરોજ એક્સરસાઈઝ કરો છો તો તમારા શરીરના ઘણા અંગ હેલ્ધી રહે છે જેનાથી તમે ડાયાબિટીસ, લિવરની બીમારી અને મોટાપા જેવી બીમારીઓથી બચી શકો છો પરંતુ પ્રશ્ન એ છે કે દરરોજ તમે કઈ એક્સરસાઈઝ કરી શકો છો.

દરરોજ કરો આ કસરત

1. બ્રીધિંગ એક્સરસાઈઝ

ડેઈલી બ્રીધિંગ એક્સરસાઈઝ કરવી તમારા ફેફસા માટે ઘણા પ્રકારે ફાયદાકારક છે. સવારે ઉઠ્યા બાદ તમારે આ કસરત સૌથી પહેલા કરવી જોઈએ. આ તમારા ફેફસાના કાર્યને શ્રેષ્ઠ બનાવે છે અને ફેફસાને સ્ટ્રોન્ગ બનાવવામાં મદદ કરે છે. આ સિવાય બ્રીધિંગ એક્સરસાઈઝ કરવી તમારા બ્લડ સર્ક્યુલેશનને ઝડપી કરે છે અને બ્રેઈનને પણ રિફ્રેશ કરવામાં મદદ કરે છે.

2. બ્રિસ્ક વોક

બ્રિસ્ક વોક કરવુ, તમારા હૃદય માટે ફાયદાકારક છે. ઉદાહરણ તરીકે નિયમિત રીતે વોક કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આ શરીરની ચરબીને ઘટાડે છે. આ હૃદય રોગ, સ્ટ્રોક, હાઈ બીપી અને ટાઈપ 2 ડાયાબિટીસ સહિત વિભિન્ન ગંભીર બીમારીઓથી બચાવમાં મદદ કરી શકે છે.

3. જોગિંગ

નિયમિત જોગિંગ કરવાથી તમને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. ખાસ કરીને જો તમે પોતાના ખોરાકમાં પણ બદલાવ કરી રહ્યા છો તો. જોગિંગ તમારા હૃદયનું આરોગ્ય અને સંરક્ષણ પ્રણાલીને શ્રેષ્ઠ બનાવવા, ઇન્સ્યુલિન પ્રતિકારને ઘટાડવા, તણાવ અને હતાશાથી છુટકારો મેળવવા અને ઉંમર વધવાની સાથે લચીલાપણાને જાળવી રાખવામાં મદદ કરે છે. તેથી જો તમે કોઈ પણ ઉંમરના કેમ ન હોવ જોગિંગ કરી શકો છો.

4. ઉઠક-બેઠક

જો તમે દરરોજ ઉઠક-બેઠક કરો છો તો આ તમારી માંસપેશીઓને હેલ્ધી રાખવામાં અને હાડકાઓના કાર્યને શ્રેષ્ઠ બનાવવામાં મદદરૂપ છે. આ સિવાય આનાથી શરીરમાં એનર્જી જળવાઈ રહે છે.

5. સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ

સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ કરવાથી તમારા શરીરનું કાર્ય શ્રેષ્ઠ બને છે. આ તમારી માંસપેશીઓમાં ખેંચાણને ઘટાડવાની સાથે સાથે શરીરમાં દુખાવા સહિત ઘણી સમસ્યાઓને ઘટાડવામાં મદદરૂપ છે. આ સિવાય આ થાક ઓછો કરે છે અને તમારા શરીરમાં સ્ટેમિના બિલ્ડઅપમાં મદદ કરે છે. દરરોજ તમારા માટે આ એક્સરસાઈઝ કરવી ફાયદાકારક થઈ શકે છે.


Google NewsGoogle News