ડાયાબિટીસના દર્દીઓએ આ 5 ફળોનું સેવન કરતી વખતે આટલી બાબતોનું ધ્યાન રાખવુ જરૂરી, નહીંતર...

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
ડાયાબિટીસના દર્દીઓએ આ 5 ફળોનું સેવન કરતી વખતે આટલી બાબતોનું ધ્યાન રાખવુ જરૂરી, નહીંતર... 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 04 જાન્યુઆરી 2024 ગુરૂવાર

ડાયાબિટીસ એક એવી બીમારી છે જેમાં દવા સાથે ખાણીપીણીનું પણ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી હોય છે. ફળ દરેકના આરોગ્ય માટે ખૂબ સારા હોય છે પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ ફળોનું સેવન કરતી વખતે ખૂબ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. જોકે ડોક્ટરોનું કહેવુ છે કે ફળ વિટામિન, મિનરલ્સ અને ફાઈબરનો સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત છે. અમુક ફળોમાં શુગરનું પ્રમાણ પણ વધુ હોય છે પરંતુ તેમ છતાં ડાયાબિટીસના દર્દી લિમિટમાં અમુક ફળોનું સેવન કરી શકે છે.

1. કેરી

કેરી એ એક એવુ ફળ છે જે મોટાભાગના લોકોને પસંદ હોય છે પરંતુ ડાયાબિટીસના દર્દીઓને આનું સેવન કરવામાં ડર લાગતો હોય છે. જોકે આહાર નિષ્ણાતોનું કહેવુ છે કે કેરીની એક સર્વિંગ (3/4 કપ) તમારા દૈનિક ફાઈબરની જરૂરિયાતનું 7% પ્રદાન કરે છે. ફાઈબર રક્તપ્રવાહમાં શુગરનું અવશોષણને ધીમુ કરી દે છે જે ગ્લુકોઝ મેનેજમેન્ટ માટે જરૂરી છે.

2. સંતરા

સંતરાના રસમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે. તેથી તેનો રસ પીવો ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય નથી. સંતરા વિટામિન સી ના ઉચ્ચ પ્રમાણ માટે જાણીતા છે પરંતુ એક મધ્યમ કદના સંતરામાં લગભગ 3 ગ્રામ ફાઈબર હોય છે. ફાઈબર તમને લાંબા સમય સુધી પેટ ભરેલુ હોવાનો અનુભવ કરાવે છે અને વજન તેમજ ગ્લુકોઝ મેનેજમેન્ટમાં મદદ કરી શકે છે.

3. તરબૂચ

તરબૂચનો સ્વાદ મીઠો હોય છે પરંતુ હકીકતમાં આમાં સંપૂર્ણપણે ખાંડ હોતી નથી. એક કપ કાપેલા તરબૂચમાં 9 ગ્રામ કુદરતી ખાંડ હોય છે જે 1 કપ કાપેલા સફરજન કરતા ઓછુ છે. ડાયાબિટીસના દર્દી થોડા પ્રમાણમાં તરબૂચનું સેવન કરી શકે છે. 

4. એવોકાડો

જો તમને ડાયાબિટીસ હોય તો તમારે ચરબીના સેવન પર પણ નજર રાખવી પડશે. ડાયાબિટીસ થવાથી હૃદય રોગનું જોખમ બમણુ થઈ જાય છે. એવોકાડો એક એવુ ફળ છે જે વાસ્તવમાં ખૂબ ફાયદાકારક છે. એવોકાડોમાં અન્ય ફળો જેટલી શુગર હોતી નથી અને આ તમારા ગ્લાઈસેમિક પ્રતિક્રિયાને પ્રભાવિત કરતી નથી.

5. કેળા

ડાયાબિટીસના દર્દીઓ માટે કેળા પણ ખરાબ મનાતુ ફળ છે પરંતુ કાચા લીલા કેળા પ્રતિરોધક સ્ટાર્ચનો એક સારો સ્ત્રોત છે. ફાઈબર જે બ્લડ શુગરના સ્તરને ઘટાડવા અને ઇન્સ્યુલિન પ્રતિકાર સામે લડવા માટે હોય છે. તેથી ડાયાબિટીસની બીમારીમાં કેળાનું સેવન કરી શકાય છે.


Google NewsGoogle News