Get The App

ડાયાબિટીસના દર્દીઓ રાત્રે પાણીમાં પલાળીને ખાઓ આ 4 વસ્તુ, બ્લડ શુગર રહેશે કંટ્રોલમાં, નબળાઈ-થાક પણ થશે દૂર

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
ડાયાબિટીસના દર્દીઓ રાત્રે પાણીમાં પલાળીને ખાઓ આ 4 વસ્તુ, બ્લડ શુગર રહેશે કંટ્રોલમાં, નબળાઈ-થાક પણ થશે દૂર 1 - image


Image Source: Freepik

टઅમદાવાદ, તા. 27 ડિસેમ્બર 2023 બુધવાર

ડાયાબિટીસ એક એવી ક્રોનિક બીમારી છે જેના દર્દીઓની સંખ્યા દેશ અને દુનિયામાં ઝડપથી વધી રહી છે. ડાયાબિટીસની બીમારી ડાયટમાં માત્ર મીઠાનું સેવન કરવાથી જ નહીં પરંતુ તેના માટે ઘણા અન્ય કારણ પણ જવાબદાર છે. તણાવ, બોડી એક્ટિવિટીમાં ઉણપ અને પ્રોસેસ્ડ ફૂડનું વધુ પડતુ સેવન આ બીમારીને ઝડપથી વધારે છે. ડાયટમાં અમુક ફૂડ્સ ઝડપથી બ્લડ શુગરને વધારે છે. બ્લડ શુગર વધવા પર બોડીમાં તેનું જોખમ વધવાનો ખતરો પણ વધુ રહે છે.

ડાયાબિટીસનું સ્તર હાઈ રહેવાથી હૃદયના રોગો, કિડની ખરાબ થવી અને લીવરની મુશ્કેલી હોવાનું જોખમ વધુ રહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે જરૂરી છે કે તેઓ ડાયટનું ધ્યાન રાખે. ડાયાબિટીસના દર્દીઓ માટે લાંબા સમય સુધી ભૂખ્યા રહેવુ પણ શુગર વધવાનું જોખમ વધારે છે. ઘણી વખત ડાયાબિટીસના દર્દી પોતાનો નાસ્તો સ્કિપ કરી દે છે જે શુગર વધવા માટે જવાબદાર છે.

જો શરીરને ભોજનમાંથી નિયમિતરીતે ઉર્જા ન મળે તો લિવર તમારા બ્લડ સ્ટ્રીમમાં ગ્લુકોઝ રિલીઝ કરી શકે છે. તેથી ભોજન સ્કિપ કરવુ હાઈ બ્લડ શુગરના જોખમને વધારી શકે છે. સવારના સમયે નાસ્તો ન કરવાથી કે લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી શુગર વધવાનું જોખમ વધવા લાગે છે.

ડાયાબિટીસના દર્દી બ્લડ શુગરને કંટ્રોલ રાખવા ઈચ્છે છે તો સવારના નાસ્તામાં આ 4 વસ્તુઓને પલાળીને ખાવ. આ ફૂડ્સનું સેવન કરવાથી ભૂખ કંટ્રોલ રહે છે અને શુગર પણ વધવાનું જોખમ ઘટી જાય છે. 

બદામ

બદામ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ફાઈબરથી ભરપૂર બદામનું સેવન આંતરડાના કાર્યને ઝડપી બનાવે છે અને બ્લડ શુગરના સ્તરને કંટ્રોલ કરે છે. બદામમાં હેલ્ધી ફેટ હાજર હોય છે જે ગેસની પરેશાનીને દૂર કરે છે. સવારના નાસ્તામાં બદામને પલાળીને ખાવાથી ગ્લુકોઝનું શોષણ મોડેથી થાય છે અને બ્લડ શુગર કંટ્રોલ રહે છે.

અળસી

ઓમેગા-3 અને ઓમેગા-6થી ભરપૂર અળસીનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે અને કબજિયાત દૂર થાય છે. તેનું સેવન ડાયાબિટીસના દર્દીઓ કરે તો વધતા શુગરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. ફાઈબરથી ભરપૂર અળસીના બીજ વધતા વજનને કંટ્રોલ કરે છે અને શુગર પણ કંટ્રોલ રહે છે.

મેથી

જે લોકોનું બ્લડ શુગર હાઈ રહે છે તે મેથીનું સેવન પલાળીને કરે. મેથીની અંદર એન્ટી-ડાયાબિટીક ગુણ હોય છે જે બ્લડ શુગરને ઘટાડવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દી મેથીનું સેવન કરે જેમાં હાજર લેસીથીન બ્લડ શુગરને કંટ્રોલ રાખે છે.

કાળા ચણા

કાળા ચણાનું સેવન શુગરે કંટ્રોલ કરવામાં ખૂબ અસરદાર સાબિત થાય છે. આ ચણામાં હાઈ પ્રોટીન હોય છે જે એસિડિટીને દૂર કરે છે અને હાડકાઓને મજબૂત કરે છે. ફાઈબરથી ભરપૂર ચણાનું સેવન બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદરૂપ હોય છે.

કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરવુ આ 4 વસ્તુઓનું સેવન

4-5 બદામ, એક ચમચી અળસી, અડધી ચમચી મેથી દાણા, ચાર ચમચી ચણાને એક ગ્લાસ પાણીમાં દરરોજ રાત્રે પલાળી દો અને સવારે આ વસ્તુઓને ધોઈને તેનું સેવન કરો. ડાયાબિટીસના દર્દીઓ માટે આ શ્રેષ્ઠ નાસ્તો છે.


Google NewsGoogle News