Women’s Health: શિયાળાની સીઝનમાં મહિલાઓ માટે આ સુપરફૂડનું દરરોજ સેવન કરવુ ખૂબ જ લાભદાયી

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
Women’s Health: શિયાળાની સીઝનમાં મહિલાઓ માટે આ સુપરફૂડનું દરરોજ સેવન કરવુ ખૂબ જ લાભદાયી 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 30 નવેમ્બર 2023 ગુરૂવાર

શિયાળાની સીઝનમાં જો તમે દરરોજ ખજૂરને પોતાની ડાયટમાં સામેલ કરશો તો ઘણી બીમારીઓ દૂર રહેશે. ખજૂરની તાસીર ગરમ હોય છે. આ સાથે જ ખજૂરમાં ફાઈબર, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન અને એન્ટીઓક્સિડેન્ટ્સ જેવા તમામ પોષક તત્વ હોય છે. આ કારણ છે આ શિયાળાનું સુપરફૂડ પણ કહેવામાં આવે છે. 

પીરિયડ્સના દુખાવામાં મહિલાઓ માટે ખજૂર ખૂબ લાભદાયી હોઈ શકે છે. તેનાથી જોડાયેલા તમામ રિસર્ચ પણ સામે આવી ચૂક્યા છે. આને ખાવાથી આરોગ્ય સાથે જોડાયેલી બીજી સમસ્યાઓ પણ દૂર થાય છે. જો મહિલાઓ તેને ખાલી પેટ ખાય તો તેમના આરોગ્ય માટે આ કોઈ વરદાનથી ઓછુ નથી. 

આ રીતે ખજૂરનું સેવન કરો

ખજૂરને ખાધા પહેલા તેને પાણીમાં પલાળીને રાખી દો. આખી રાત પાણીમાં પલાળ્યા બાદ તમે સવારે આ ખજૂરને ખાઈ લો. ખજૂરમાં નેચરલ મિઠાસ વધુ હોય છે દરમિયાન તેનો ઉપયોગ સ્વીટનર્સ તરીકે પણ કરી શકાય છે. તમે 2 ખજૂરથી તેને ખાવાની શરૂઆત કરી શકો છો. જે બાદ ધીમે-ધીમે કરીને તેનું પ્રમાણ વધારો.

હાડકાઓ મજબૂત બનાવો

જે લોકોને દૂધ કે તેની સાથે જોડાયેલી પ્રોડક્ટ્સથી એલર્જી છે, તો એવા લોકો પોતાના હાડકાઓ મજબૂત કરવા માટે ખજૂર ખાઈ શકો છો. કમજોર હાડકા ધરાવતા લોકો માટે ખજૂર કોઈ સંજીવની કરતા ઓછી નથી. આમાં પ્રોટીનની સાથે-સાથે સેલેનિયમ, મેંગનીઝ, કોપર અને મેગ્નેશિયમ હોય છે, જે હાડકાઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ખજૂર ખાવાથી હાડકાઓ વાંકા થવાનું પણ જોખમ રહેતુ નથી. 

ડાઈઝેશન

ડાઈઝેશન સાથે જોડાયેલી કોઈ પરેશાની હોય તો તેમાં પણ ખજૂર ખૂબ ફાયદાકારક છે. પાચનતંત્ર સાથે જોડાયેલી સમસ્યાને સાજી કરવા માટે તેને પલાળીને રાખો અને તે બાદ જ ખાવ. જો તમે દરરોજ ખજૂરને ડાયટનો ભાગ બનાવો છો તો તેનાથી પાચનતંત્ર ખૂબ મજબૂત થાય છે. ફાઈબરનું પ્રમાણ વધુ હોવાના કારણે આ કબજિયાતને પણ ઠીક કરે છે.


Google NewsGoogle News