Get The App

Powerfood: શિયાળામાં સફરજન કરતા પણ વધુ ફાયદાકારક છે જામફળનું સેવન, આ બીમારી માટે દવાનું કરે છે કામ

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
Powerfood: શિયાળામાં સફરજન કરતા પણ વધુ ફાયદાકારક છે જામફળનું સેવન, આ બીમારી માટે દવાનું કરે છે કામ 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 04 જાન્યુઆરી 2024 ગુરૂવાર

ઠંડીમાં જામફળની સીઝન હોય છે. શિયાળામાં જામફળ ઘણા મામલે સફરજન કરતા વધુ લાભદાયી સાબિત થાય છે. જામફળમાં વિટામિન સી નું સારુ પ્રમાણ હોય છે, જેનાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે. જામફળ ખાવાથી વિટામિન એ અને વિટામિન બી પણ મળે છે. આ સિવાય આયર્ન, ફોસ્ફરસ અને લાઈકોપિન જેવા એન્ટીઓક્સિડેન્ટ પણ જામફળમાં હોય છે. કેન્સરથી બચવા અને મગજને હેલ્ધી રાખવામાં જામફળ મદદ કરે છે. ડાયાબિટીસ અને કબજિયાતની સમસ્યામાં જામફળ દવાની જેમ કામ કરે છે. એટલે કે જો તમે દરરોજ એક જામફળ ખાવ છો તો શરીરને સ્વસ્થ રાખવાનું કામ સરળ થઈ જશે. 

ઠંડીમાં જામફળ ખાવાના ફાયદા

ડાયાબિટીસમાં લાભદાયી

જામફળ રિચ ફાઈબર કન્ટેન્ટ અને લો ગ્લાયસેમિક ઈન્ડેક્સવાળુ ફળ છે. જામફળ ખાવાથી ડાયાબિટીસમાંથી બચી શકાય છે. ડાયાબિટીસ હોય તો દરરોજ જામફળ ખાવાથી બ્લડ શુગર લેવલને વધતુ રોકી શકાય છે. જામફળમાં સારા પ્રમાણમાં ફાઈબર હોય છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ લાભદાયી હોય છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

જામફળ ખાવાથી પેટ ઝડપથી ભરાઈ જાય છે અને શરીરને કેલેરી પણ ઓછી મળે છે. સફરજન, કેળા અને દ્રાક્ષ જેવા ફળો કરતા જામફળમાં શુગર લેવલ ઓછુ હોય છે. જામફળ મેટાબોલિઝમ ઝડપી કરી દે છે. જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

પેટના દુખાવામાં આરામ

જો તમને પેટનો દુખાવો છે તો મીઠા સાથે પાકેલુ જામફળ ખાવાથી રાહત મળી જશે. જામફળના પાંદડાને પીસીને પાણીમાં મિક્સ કરીને પી લો. દુખાવામાં આરામ મળશે. તમે ઈચ્છો તો જામફળના વૃક્ષના પાંદડાને પીસીને કાળા મીઠા સાથે ખાવ. તેનાથી પેટના દુખાવામાં રાહત મળે છે. જમ્યા બાદ 1-2 જામફળ ખાવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

શરીરને શક્તિ મળે છે

જામફળનો શેક બનાવીને પીવાથી શરીરને શક્તિ મળે છે. આ માટે તમારે પાકેલા અને મુલાયમ જામફળ લેવા પડશે અને તેને દૂધમાં મિક્સ કરી લો. હવે ગાળીને બીજ કાઢી દો અને ખાંડ નાખીને પી લો. 1 મહિનો આ શેક પીવાથી શરીરમાં ભરપૂર એનર્જી આવી જશે.

ઈમ્યુનિટી વધારવામાં મદદરૂપ

જામફળ ખાવાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે. જામફળમાં વિટામિન સી નું પ્રમાણ ખૂબ વધુ હોય છે. જેનાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. દરરોજ જામફળ ખાવાથી શરદી-ખાંસી અને વાયરલ ઈન્ફેક્શનની સમસ્યા થતી નથી. વિટામિન બીથી ભરપૂર જામફળ માનસિક હેલ્થને સારી રાખવામાં મદદ કરે છે.


Google NewsGoogle News