સાવધાન! આ ખાદ્યચીજોના સેવનથી વધી શકે છે બેચેની અને ગભરામણની સમસ્યા
Image Source: Freepik
અમદાવાદ, તા. 19 સપ્ટેમ્બર 2023 મંગળવાર
આજકાલ અયોગ્ય ખાણીપીણીના કારણે ઘણા પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. અમુક ફૂડની જેમ બેચેની અને ગભરામણ થઈ શકે છે. તેથી હેલ્થ એક્સપર્ટ્સ, ખાણીપીણીનું વિશેષ ધ્યાન રાખવાની સલાહ આપે છે.
વ્યસ્ત લાઈફસ્ટાઈલ અને ખરાબ ખાણીપીણીના કારણે બેચેની અને ગભરામણ વધી શકે છે. આના ઘણા કારણ પણ હોઈ શકે છે. આ કારણોમાં ઘણા ફૂડ્સ પણ સામેલ છે. તેથી આરોગ્ય તંદુરસ્ત રાખવા માટે ખાણીપીણીનું વિશેષ ધ્યાન રાખવુ જોઈએ.
મીઠી ખાદ્યચીજો
જો તમે કેન્ડી, પેસ્ટ્રી કે રિફાઈન્ડ શુગર ખાવાના શોખીન હોવ તો સાવધાન થઈ જજો, કેમ કે આ ખાદ્યચીજોના સેવનથી શરીરમાં બ્લડ શુગર લેવલ વધી જાય છે. જેના કારણે ઉદાસી, બેચેની અને ગભરામણ થઈ શકે છે. તેથી આ પ્રકારની મીઠી વસ્તુઓ ખાવી જોઈએ નહીં.
મસાલેદાર ભોજન
વધુ મસાલેદાર ભોજન ખાવાથી મૂડ પર ખરાબ અસર પડે છે. આના સેવનથી મૂડ ખરાબ થઈ શકે છે. જેના કારણે બેચેની, ગભરામણ જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી વધુ સ્પાઈસી ફૂડ ખાવુ જોઈએ નહીં.
મીઠુ
જો તમે વધુ મીઠુ ખાવ છો. ભોજનમાં તમને ઉપરથી મીઠુ લેવાની આદત હોય તો આ એન્ગઝાયટીની સમસ્યાને વધારી શકે છે. તેથી વધુ મીઠાનું સેવન બંધ કરી દો અને ભોજનમાં યોગ્ય પ્રમાણમાં જ મીઠાનો ઉપયોગ કરો.
કેફીનયુક્ત ફૂડ
જો કેફીન યુક્ત ફૂડનું સેવન કરો છો તો સાવધાન થઈ જજો. ચા, કોફી કે સોડા ડ્રિન્ક્સનું વધુ પડતુ સેવન શરીરની ગભરામણ વધારી શકે છે. તેથી કેફીનયુક્ત વસ્તુઓનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં જ કરવો જોઈએ.
પ્રોસેસ્ડ કાર્બોહાઇડ્રેટ્સ, તળેલુ ભોજન, ફાસ્ટ ફૂડ
જો તમે સમોસા, કચોરી જેવી ફ્રાઈડ વસ્તુઓનું વધુ સેવન કરો છો કે પછી વ્હાઈટ બ્રેડ કે ખાંડ જેવી વસ્તુઓ વધુ ખાવ છો તો તાત્કાલિક પોતાની આ ટેવને સુધારી લેજો કેમ કે આના કારણે એન્ગજાયટી વધી શકે છે અને બેચેનીની સમસ્યા થઈ શકે છે. આ સાથે જ ફાસ્ટ ફૂડથી પણ બચવુ જોઈએ કેમ કે આમાં ઘણા પ્રકારના પ્રીજવેન્ટિવ્સ હોય છે જે મુશ્કેલી વધારી શકે છે.