ડાયાબિટીસના દર્દીઓએ આ 5 વસ્તુઓનું કરવું જોઈએ સેવન, જડીબુટ્ટીનું કરશે કામ

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
ડાયાબિટીસના દર્દીઓએ આ 5 વસ્તુઓનું કરવું જોઈએ સેવન, જડીબુટ્ટીનું કરશે કામ 1 - image


                                                         Image Source: Freepik

અમદાવાદ, તા. 05 ઓક્ટોબર 2023 ગુરૂવાર

અયોગ્ય લાઈફસ્ટાઈલ અને અયોગ્ય ખાણીપીણીના કારણે ડાયાબિટીસ થાય છે. ડાયાબિટીસમાં ઈન્સ્યુલિન હોર્મોન ઓછુ બને છે જેનાથી ભોજનથી બનેલી શુગર શોષાઈ જતી નથી અને આ બ્લડમાં જમા થવા લાગે છે. આને બ્લડ શુગર વધવુ કહેવામાં આવે છે. બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં ન આવ્યુ તો પહેલા તેની અસર કિડની પર પડે છે. આ સાથે જ ધીમે-ધીમે આ હાર્ટ, લિવર, આંખ વગેરે ઘણા મહત્વના અંગો પર નકારાત્મક અસર નાખવા લાગે છે. જોકે ડાયાબિટીસને સમાપ્ત કરવા માટે ફિઝિકલ એક્ટિવિટી, હેલ્ધી પ્લાન્ટ બેસ્ડ ડાયટ, સ્ટ્રેસ ફ્રી લાઈફ, પૂરતી ઊંઘ જરૂરી છે.

1. આદુ

આપણે સૌ આદુના ફાયદા વિશે જાણીએ છીએ. આદુ બ્લડ શુગરને ઘટાડવામાં ખૂબ ગુણકારી છે. આદુ ઈન્સ્યુલિનના પ્રોડક્શનને વધારે છે અને આ ઈન્સ્યુલિન સેન્સિટિવિટીને પણ વધારે છે. તેનાથી બ્લડ શુગર કંટ્રોલ રહે છે. તમે નિયમિત રીતે આદુની ચા નું સેવન કરી શકો છો.

2. મેથી

મેથીના દાણા એન્ટી-ડાયાબિટીક હોય છે. મેથીમાં સોલ્યૂબલ ફાઈબર અને એમિનો એસિડ હોય છે તો પેટમાં શુગરનું પાચન ખૂબ ધીમે થવા દે છે. ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યુ છે કે મેથીના દાણા બ્લડ શુગરને ઘટાડવામાં મદદ કરે છે. મેથીના દાણાથી વધુ ફાયદો મેળવવા માટે એક ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી દો અને તેનું પાણી પી લો અને દાણાને ચાવો. તમે શાકભાજીમાં પણ મેથીના દાણાને મિલાવી શકો છો.

3. મીઠો લીમડો

એક્સપર્ટ અનુસાર મીઠો લીમડો પણ ઈન્સ્યુલિન સેન્સેટિવિટીને ઘટાડે છે જેનાથી શરીરમાં બ્લડ ગ્લુકોઝનું લેવલ ઓછુ થઈ જાય છે. તાજો મીઠો લીમડો ચાવવાથી બ્લડ શુગર ઝડપથી ઘટે છે.

4. અજમાના પાન

અજમાના પાન બ્લડ શુગરને ઘટાડવામાં રામબાણ છે. અજમાના પાંદડામાં ઈન્સ્યુલિન સેન્સેટિવિટીને ઘટાડવાની ક્ષમતા હોય છે. આ બ્લડ શુગરને ઘટાડે છે. આને તમે સલાડ કે શાકભાજીમાં મેળવીને ખાઈ શકો છો.

5. તજ

તજ શુગર માટે દુશ્મન સમાન છે. આ ઈન્સ્યુલિન સેન્સેટિવિટીને સારી કરે છે અને બ્લડ શુગરને ઘટાડે છે. આમાં જે બાયોએક્ટિવ કમ્પાઉડ હોય છે. તેની અસર ઈન્સ્યુલિનની જેમ હોય છે. તેનાથી ગ્લુકોઝનું શોષણ ઝડપથી થવા લાગે છે. 


Google NewsGoogle News