શિયાળામાં સંતરાનું સેવન કરવાથી શરીરને મળે છે ગજબના ફાયદા

Updated: Nov 27th, 2023


Google NewsGoogle News
શિયાળામાં સંતરાનું સેવન કરવાથી શરીરને મળે છે ગજબના ફાયદા 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 27 નવેમ્બર 2023 સોમવાર

શિયાળામાં દિવસ નાનો હોય છે અને ઠંડી હવાની વચ્ચે ખાણીપીણીનો ખાસ ખ્યાલ રાખવો ખૂબ જરૂરી છે. હેલ્થ એક્સપર્ટથી લઈને ડોક્ટર અનુસાર વિન્ટરમાં સીઝનલ ફળ જરૂર ખાવા જોઈએ. શિયાળામાં તમારે હેલ્થ સંબંધિત મુશ્કેલીઓથી બચવુ હોય અને ઈમ્યુનિટીને મજબૂત રાખવી હોય તો દરરોજ એક સંતરુ ખાવુ જોઈએ. શિયાળામાં દરરોજ સંતરા ખાવાથી શરીરને ખૂબ વધુ ફાયદો મળે છે.

સંતરામાં ભરપૂર પ્રમાણમાં હોય છે વિટામિન સી

સંતરામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે જે શરીર માટે ખૂબ વધુ ફાયદાકારક હોય છે. કેમ કે આમાં તમામ પ્રકારના પોષક તત્વ હોય છે. આ ઈમ્યુનિટીને પણ મજબૂત કરવાનું કામ કરે છે. સાથે જ શરદી અને ફ્લૂથી બચાવવામાં પણ મદદ કરે છે. ફ્લેવોનોયડ અને કેરોટીનોયડ સહિત વિભિન્ન પ્રકારના એન્ટીઓક્સિડેન્ટ હોય છે. શરીરમાં મુક્ત કણોને બેઅસર કરવામાં મદદ કરે છે. ઓક્સિડેટિવ તણાવથી સુરક્ષા આપે છે. આ એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર પ્રોફાઈલ સેલ્યુલર સ્વાસ્થ્યમાં યોગદાન આપે છે અને જૂની બીમારીઓને રોકવામાં લાંભા ગાળાનો લાભ થઈ શકે. શિયાળામાં સંતરા દરરોજ ખાવા જોઈએ જેથી આખો દિવસ શરીર હાઈડ્રેટ રહેશે કેમ કે આમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. જે શરીરમાં તરલ સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે. સંતરાની ફાઈબર સામગ્રી બ્લડ શુગર લેવલને જાળવી રાખવામાં પણ મદદ કરે છે. જેનાથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે.

શિયાળાની સીઝનમાં સંતરા ખાવાથી કોઈ નુકસાન થાય છે?

સંતરા સામાન્યરીતે આરોગ્યપ્રદ હોય છે પરંતુ તેના વધુ પડતા સેવનથી ફાઈબરના પ્રમાણના કારણે પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. સાઈટ્રસ એલર્જી કે કિડનીની સમસ્યાઓ જેવી અમુક મેડીકલ સ્થિતિ વાળી વ્યક્તિઓએ આનું સેવન ઓછુ કરવુ જોઈએ. 

કયા લોકોએ સંતરા ખાવા જોઈએ નહીં

જે લોકોને કિડની અને લિવરની બીમારી છે તેમણે સંતરા ખાવા જોઈએ નહીં કેમ કે સંતરામાં પોટેશિયમનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. સાઈટ્રસ એલર્જી ધરાવતા લોકોએ દરરોજ સંતરા ખાવા જોઈએ નહીં.


Google NewsGoogle News