આ ફૂડ સાથે લીંબુનું સેવન કરવાથી થઈ શકે છે સમસ્યા, જાણો ભોજનમાં લીંબુના ઉપયોગની સાચી રીત

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
આ ફૂડ સાથે લીંબુનું સેવન કરવાથી થઈ શકે છે સમસ્યા, જાણો ભોજનમાં લીંબુના ઉપયોગની સાચી રીત 1 - image


                                                              Image Source: Freepik

અમદાવાદ, તા. 23 સપ્ટેમ્બર 2023 શનિવાર

લીંબુ વિટામિન સી થી ભરપૂર છે અને જો તેને દરરોજ ખાવામાં આવે તો તમારી ઈમ્યૂનિટી મજબૂત થઈ જશે. એક રિસર્ચ અનુસાર અમુક એવા લોકો પર રિસર્ચ કરવામાં આવ્યુ જે દરરોજ લીંબુ ખાતા હતા. આ રિસર્ચમાં સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી કે તેમનું સરેરાશ જીવન જે લોકોની તુલનામાં લગભગ 3 અઠવાડિયા વધુ હતુ જે બિલકુલ પણ લીંબુ ખાતા નહોતા. લીંબુ એક ખાટુ ફળ છે. કોઈ પણ ખાવાની વસ્તુમાં સ્વાદ વધારવા માટે લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ અમુક વસ્તુઓ સાથે લીંબુનું કોમ્બિનેશન કરવાથી બચવુ જોઈએ નહીંતર આ આરોગ્ય માટે જોખમી હોઈ શકે છે. 

દૂધ કે ડેરી પ્રોડક્ટ સાથે લીંબુનું સેવન ન કરો

જ્યારે પણ ઘરે પનીર બનાવીએ છીએ તો આપણે ઘણીવખત ઉકળતા દૂધમાં લીંબુનો રસ નાખીએ છીએ અને પછી આ પ્રોસેસથી પનીર બને છે પરંતુ લીંબુમાં હાજર એસિડ ડેરીમાં પ્રોટીનના લેવલમાં તકલીફ પાડી શકે છે. જેના કારણે આ ગાંઠ બની જાય છે. આ સિવાય ડેરી પ્રોડક્ટ અને લીંબુ ખાવાથી શરીરમાં એસિડિક પ્રતિક્રિયા થઈ શકે છે અને છાતીમાં બળતરા અને એસિડિટી થઈ શકે છે. 

મસાલેદાર ભોજન સાથે લીંબુનો ઉપયોગ ન કરો

લીંબુનો સ્વભાવ એસિડિક હોય છે તેથી જો તમે આનો મસાલેદાર ભોજન સાથે ઉપયોગ કરશો તો આ શરીરની ગરમી વધારવા સાથે પાચન સંબંધિત મુશ્કેલી પણ પેદા કરી શકે છે. મસાલેદાર ભોજનમાં લીંબુનો ઉપયોગ ટેસ્ટને બગાડી શકે છે. 

ગરમ ભોજનમાં લીંબુનો ઉપયોગ ન કરો

લીંબુ ખાવાથી સૌથી મોટો ફાયદો તેનાથી મળનાર વિટામિન સી છે. જોકે, વિટામિન સી ખૂબ વધુ ગરમીના પ્રત્યે સંવેદનશીલ છે અને ગરમીથી સરળતાથી નષ્ટ થઈ શકે છે. તેથી આવા ભોજન પર લીંબુનો રસ નાખવો ન જોઈએ જે હજુ પણ વરાળ બનાવી રહ્યુ હોય. તમે તમારા રાંધેલા ભોજનમાં લીંબુનો ઉપયોગ કરી શકો છો. 

પપૈયુ

લીંબુનો રસ એક મનપસંદ સલાડ ડ્રેસિંગ છે અને ફળની મિઠાસને ખાટો સ્વાદ આપવા માટે ઘણી વખત ફળોના સલાડમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, લીંબુની સાથે ભેળવીને પર તમામ ફળ સારુ કામ કરતા નથી. પપૈયુ એક એવુ ફળ છે જે સંતરા, દ્રાક્ષ કે લીંબુ જેવા કોઈ પણ ખાટા ફળની સાથે ભેળવવાથી ફાયદાથી નુકસાન પહોંચે છે. પપૈયામાં વધારે પ્રમાણમાં વિટામિન સી હોય છે, જે લીંબુ જેવા વિટામિન સી થી ભરપૂર અન્ય સ્ત્રોતો સાથે મળીને એસિડ રિફ્લક્સ, છાતીમાં બળતરા અને પેટમાં બળતરા પેદા કરી શકે છે. 


Google NewsGoogle News